________________
ઉપદેશનું ચોક્કસ પ્રકારે વર્ગીકરણ થયું છે. જેમકે પર્યુષણ આવે તે કલ્પ સૂત્ર-વાંચવું જ. સવારે તો સૂત્ર–વાંચન કરવું; બપોરના તે ઢાળો વાંચવી અને રાતના કથાઓ કરવી. ઘણુવાર શ્રમણોપાસકો પણ અમૂક જ પ્રકારનાં ગ્રંથ સાંભળવાનો આગ્રહ રાખે છે. આવું જેને માંજ નથી પણ હિંદુઓમાં શ્રાવણમાં અમૂક વાંચવું; અમૂક દહાડે અમૂક ગ્રંથ વાંચવો વગેરે આગ્રહ પણ જોવામાં આવે છે. આમ પ્રણાલિકા ગત શ્રુતશ્રવણ કોઈ ફાયદો કરતું નથી.
એટલે શાસ્ત્રકારે કહે છે કે –“મે વો ” તે સમજવા જેવી છે. એટલે કે પાત્રને જોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ધર્મ કહેવું જોઈએ. તેને પોતાને ધર્મ સમજાવવું જોઈએ. એ રીતે જે પાત્ર કે કાળની અપેક્ષા રાખ્યા વગર બધાને એકજ લાકડીએ હાંકે તે કઈ પણ ફાયદો ન થાય. એક વેધ બધા દરદીઓને કે સમાન રોગવાળા દરદીઓને પણ એક જ દવા નથી અને તે પણ સમાન માત્રામાં) આપતે; પરંતુ દરદીઓની પાત્રતા, પરિસ્થિતિ, દેશ, કાળ, રુચિ અને પ્રકૃતિ વ. જોઇને જુદી જુદી દવાઓ અથવા તો સમાન દવા પણ ઓછીવત્તી માત્રામાં આપતો હોય છે. તેમજ આજે પરિસ્થિતિ, દેશ, કાળ, પાત્ર જોઈને જ જે ઉપદેશ આપવામાં આવશે તો ફાયદો થશે. નહીંતર સમાજની ખરાબીઓ સુધરશે નહીં.
તે ઉપરાંત ઉપદેશ સાથે પાત્રને પ્રશ્ન આવે છે શું પૈસાદારે, સવર્ણો કે અમૂકને જ ઉપદેશ આપે કે બધાને ? આ અંગે જૈન ધર્મ સ્પષ્ટ કહે છે :--
जहा पुण्णस्स कत्थई, तहा तुच्छस्स कत्थई । जहा तुच्छस्स कत्थई तहा पुण्णस्स कत्थई ॥
– માવાનાં સૂત્ર તે પુણ્યવાન વર્ગને કહે તેમ તુચ્છ વર્ગને પણ કહે અને જેમ તુચછને ધર્મ પમાડે તેમ પુણ્યવાનને પણ પમાડે, એને અર્થ એવો થયે કે પછાત અને અસ્પૃશ્ય ગણાતા લોકોને પણ ઉપદેશ આપવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com