________________
આચાર્ય સુહસ્તિગિરીને કહે છે: “આપની કૃપાથી આ રાજ્ય બન્યું છે. તેને ભેટ રૂપે સ્વીકારો.”
આચાર્ય કહે છે: “રાજન ! જે ધર્મની આરાધનાથી તને રાજ્ય મળ્યું છે તેની સારી પેઠે આરાધના કર અને રાજયમાં સત્ય-અહિંસાદિ ધર્મને બેધ લોકોને મળે એવો પુરૂષાર્થ કર!”
એટલે સંપ્રતિ રાજાએ પોતાના સુભટોને સાધુઓને વેશ આપી અનાર્ય દેશમાં મોકલ્યા જેથી ત્યાંના લોકો તેનાથી પરિચિત થાય. એ રીતે લોકો ટેવાઈ ગયા બાદ રાજાના કહેવાથી આચાયે પિતાના શિષ્યો ત્યાં મોકલ્યા. આચાર્ય ધારત તે ત્યાં બધી સગવડે ભિક્ષાચરી
સ્થાન વ.ની રાજા પાસે કરાવત પણ તેમણે લોકમાર્ગદર્શનનું મુખ્ય લક્ષ્ય રાખીને ત્યાં જે મળે તેથી ચલાવવાનું રાખ્યું. ભગવાન મહાવીર અને કેણિક :
ભગવાન મહાવીરના પણ ઘણું રાજાઓ અને સમ્રાટ ભક્ત હતા. પણ તેમણે સંખ્યાવૃદ્ધિના લોભમાં રાજ્યાશ્રિત બનવું પસંદ ન કર્યું. સમ્રાટ કોણિક મહાવીર પ્રભુને અનન્ય ભક્ત; તેમના વિહારના રોજરોજના સમાચાર મેળવે અને રાજગૃહી પધારે ત્યારે દર્શન કર્યા વગર અન્નજળ મોંમાં ન નાખે.
એકવાર તેણે સભામાં ભગવાન મહાવીરને પૂછ્યું: “પ્રભુ! હું ભરીને કયાં જઈશ !”
તને ચાર ગતિના કારણે આપ્યા છે તે વિચારીને નકકી કર કે તું કઈ ગતિને અધિકારી છે?” ભગવાન મહાવીરે કહ્યું. - “આપના માટે સાંભળવા ઈચ્છું છું!” કેણિકે કહ્યું.
“તારા કર્મો જોતાં તું છઠ્ઠી નરકને અધિકારી છે!” ભગવાનને સ્પષ્ટ ઉત્તર સાંભળી કેણિક ને આઘાત થયો પણ એટલા માટે ભગવાને એ ન જોયું કે આ સમ્રાટ -મારો ભક્ત છે એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com