________________
થાબડ ભાણ કરૂં. જૈન સાધુસંસ્થાને એટલા માટેજ ઘડાયેલી કહેવી જોઈએ કે તે અવસર આવે પોતાનું સત્ય નથી ચૂકતી, સંસ્કૃતિ નથી ચૂકતી અને સાધુતાના મૌલિક નિયમો સાચવીને દરેક વાત કરે છે. એટલેજ જૈન સાધુસંસ્થાના પ્રસંગે વધારે મૂકવામાં આવ્યા છે કારણ કે તે એકલ દોકલ સન્યાસીઓની સંસ્થા નથી પણ સામુદાયિક ઘડાયેલી વિસ્તૃત સંખ્યા વાળી સાધુસંસ્થા છે. પ્રસંગોપાત બીજી સાધુસંસ્થાના દાખલા પણ જોશું. આજના યુગે સાધુસંસ્થાની ઉપયોગિતા :
એટલે આવી ઘડાયેલી જૈન સાધુસંસ્થા કે એના જેવી બીજી સાધુસંસ્થાની આજના યુગે ઉપયોગિતા કઈ રીતે છે તે વિચારવાનું છે. સર્વ પ્રથમ તો સાધુસંસ્થાએ સાધુતાના આ મૌલિક નિયમે માન્ય રાખવા પડશે –(૧) પરિવ્રાજક પણું – એટલે પાદવિહાર અને લોકસંપર્ક (૨) ભિક્ષાચરી–ઘેર ઘેર ફરીને શુદ્ધ અહિંસક આહાર મેળવે અને તેને બદલે વધારેમાં વધારે લોક શ્રેય સાધવું (૩) બ્રહ્મચર્યની સાધના જેની પાસે જતાં દરેક સ્ત્રી પુરૂષોને શીલ સુરક્ષિત લાગે (૪) વ્યથી–(પૈસાથી) નિર્લેપ. આ નિયમ એના હશે તે દરેક સાધુસંસ્થા લોકમાન્ય થશે એમાં શક નથી.
આજે મોટા ભાગે સાધુઓ ઉપદેશ આપે છે પણ અત્યાર સુધી આપણે વિચારી ગયા તે પ્રમાણે આજના યુગે તે વધુ ઉપયોગી અને સક્રિય બને એ માટે ચાર વાત મૂકી શકાય:-(૧) ઉપદેશ (૨) પ્રેરણા (૩) આદેશ અને (૪) માર્ગદર્શન. જો કે કોને માનવજીવનના દરેક ક્ષેત્રે માર્ગદર્શન આપવું એ એક મુખ્ય બાબતમાં ચારેય તો આવી જાય છે છતાં તેને અલગ અલગ રીતે વિચાર કરીએ.
ઉપદેશઃ ઉપદેશમાં પ્રશ્ન એ આવે છે કે માત્ર અમૂક ધર્મશાસ્ત્રો, ગ્રંથ કે નિશ્ચિત પુસ્તકો વાંચી સંભળાવવાંથી કાર્ય થશે કે યથાયોગ્ય ઉપદેશ આપવો જોઈએ ? આજે તો મોટા ભાગે રન સાધુ સાધ્વીઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com