________________
સાધુસંસ્થા છે એમ કહી શકાય. એની અગાઉ સાધુ સન્યાસીઓ નહતા. ઋષિ અને મુનિઓ હતા. સન્યાસીએ એછા હતા. કારણ કે બ્રહ્મચર્ય ગૃહસ્થ, અને વાનપ્રસ્થમાં જ કેવળ ૭૫ વર્ષ નીકળી જતાં ૭૫ પછીની ઉમ્મરના મોટા ભાગે સન્યાસીઓ રહેવા એ શક્ય ન હતું. સાધુ સન્યાસી એટલે તે બ્રહ્મચર્યવ્રત ધારી રહેવો જોઈએ એવી માન્યતાને શંકરાચાર્યે બ્રહ્મચારી રહીને પુષ્ટિ આપી. તે પહેલાં ઋષિ-મુનિ જંગલમાં પોતાની પત્નીઓ બાળકો સાથે રહેતા, એટલું જ નહીં વૈદિક માન્યતા પ્રમાણે “નિ:સંતાનને મુકિત પણ નહતી.” એટલે સંસ્થાગત બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા ઉપર જે વૈદિક સન્યાસી સંસ્થા ઊભી થઈ તે જગદગુરુ શંકરાચાર્યે જ ઊભી કરી હતી. એની અગાઉ એક્લ – દેલ સન્યાસીઓ કયાંક જંગલમાં હશે એવું માની શકાય છે.
વેદિક સન્યાસી સંસ્થા નવી હોવાથી તેને જુનું ઘડતર મળ્યું નહીં. તેમાં પણ સાધુ સન્યાસીની સંખ્યા વધતી ગઈ. જે હિંદુ રાજાઓ આવતા ગયા તેમણે આ સંસ્થાને ઘણી સુખ સગવડે આપી. ધર્મ પ્રચારના લોભને લીધે તેઓ ધીમે ધીમે રાજ્યાશ્રિત બની ગયા. પિતાના માલિક નિયમે, પરિવ્રાજકપણું, ભિક્ષાચરી અને દ્રવ્યત્યાગ વગેરે છેડી બેઠા કરતલ ભિક્ષા તરુતલવાસ:” એ શંકરાચાર્યને આદર્શ મૂકી દીધે. જેથી તેઓ ખરેખરું રાજાઓને ન કહી શક્યા કે સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યો ખોવાતાં હતાં ત્યારે રાજાઓને પ્રેરી ન શક્યા. આમ તેને જાતે ઘડાઈને જે કાર્ય કરવું જોઈતું હતું તે ન થયું.
એટલે આજે લોક-માર્ગદર્શન કરવાનું કાર્ય જવલે જ આ વૈદિક સન્યાસી સંસ્થા કરતી જોવામાં આવે છે. જૈન સાધુઓ અને રાજ્ય સંસ્થા :
રાજા શ્રેણિકથી લઈને સમ્રાટ સંપત્તિ, ચન્દ્રગુપ્ત અને ત્યારબાદ ઘણુ રાજાઓ જૈન ધર્મને માનતા હતા. આચાર્ય હેમચંદ્ર, સિદ્ધસેન દિવાકર કે આચાર્ય સુહસ્તિમિરીને રાજાઓ માનતા હતા એટલે કદાચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com