________________
હેય અને ઘડાયેલી હોય એ જ ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ મહત્વની છે. એટલે વર્ષોના વહાણું સાથે ક્યાંક ઢિલાશ આવી છતાં, આજે પાદવિહાર, ભિક્ષાચરી, કંચન-કામિનીનો ત્યાગ વગેરે સાધુતાના મૌલિક નિયમ સાચવી શકી છે. સાથે જ જૈન સાધુસંસ્થામાં સાધુસાધ્વીઓ સાથે શ્રાવકશ્રાવિકાઓને પણ સતત અનુબંધ રહ્યો છે એટલે તેની શુદ્ધિ તેમજ પુષ્ટિ પણ રહી છે.
બૌદ્ધ સાધુસંસ્થા : એતિહાસિક દષ્ટિએ ભારતની આ સાધુ સસ્થાનો બીજો નંબર આવે છે. તે ભગવાન બુદ્ધના સમયથી શરૂ થઈ અને પ્રારંભમાં એ સાધુસંસ્થા ઉપર પાર્શ્વનાથ પ્રભુના ચતુર્યામ સંવરઅને બુદ્ધના મધ્યમ માર્ગને માટે પ્રભાવ હતા, તેમાં અનેક રાજા મહારાજાઓએ દીક્ષા લીધી અને તેની સંખ્યા પણ વધતી ચાલી. ધીમે ધીમે બૌદ્ધ સાધુસંસ્થા વિદેશમાં ફેલાતી ગઈ તેમ તેમ તેની સંખ્યા વધતી ગઈ પણ ગુણવત્તાનો ખ્યાલ ઓછો થતો ગયો. તેમાં પણ વિદેશની બૌદ્ધ સંસ્થાઓમાં ભારતીય સંસ્કૃતિને ખ્યાલ તે ઓછે થતાં થતાં તદ્દન રહ્યો નહીં. આ સાધુસંસ્થા ઘડતર પામેલી ન હતી તેમજ પ્રાચીન પણ ન હતી એટલે જ્યાં જયાં બૌદ્ધ સાધુસંસ્થા ગઈ ત્યાં ત્યાં તે જુદી રીતે ખિલી. શ્રીલંકા, બ્રહ્મદેશ, ચીન, જાપાન, તિબેટ, ઈન્ડેચાયના, વિગેરેમાં અલગ અલગ રીતે વિકસી. ઘડતર ન હોવાના કારણે મૌલિક નિયમોનો પણ ત્યાગ થતો ગયો. માંસાહાર, પરિગ્રહવૃત્તિ અને સુખશીલતા વ. દુર્ગુણેને તેમાં પ્રવેશ થયે. પરિવ્રાજકપણું–જેના કારણે ભગવાન બુદ્ધ લોકજાગૃતિ કરાવી શક્યા હતા–તે તદ્દન મૂકાઈ ગયું. આજે બૌદ્ધ સાધુઓ તીર્થયાત્રા નિમિત્તે ભારતમાં આવતા જોવામાં આવે છે પણ લોકજાગૃતિ માટે આવનાર ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે ભારતના લોકજીવન સાથે બૌદ્ધ સાધુસંસ્થાને અનુબંધ નહિંવત રહ્યો છે.
વૈદિક સન્યાસી સંસ્થા: વૈદિક સન્યાસીસંસ્થાને વ્યવસ્થિતરૂપ આપવાનું કાર્ય અને આજના સ્વરૂપે મૂકવાનું કામ જગદગુરુ શંકરાચાર્યું કર્યું છે. એટલે તે જૈન અને બાદ્ધ પછી આધુનિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com