________________
લેક માર્ગદર્શન અને સાધુસંસ્થા મુનિશ્રી નેમિચંદ્રજી].
[ ૧૧-૮-૬૧
ભારતની ત્રણ સાધુસંસ્થાઓ :
અત્યારસુધી સાધુસંસ્થાની ઉપયોગિતાની વિવિધ બાજુઓ; દેશવિદેશની સાધુસંસ્થાઓની કામગીરી અને તેના કારણે તેમની અનિવાર્યતા ઉપર વિચાર થઈ ચૂક્યો છે.
આજે કેવી સાધુસંસ્થા વધારે ઉપયોગી થઈ શકે અને લોકોને માર્ગદર્શન આપી શકે તે અંગે વિચારવાનું છે. એ અગાઉ ભારતની સાધુસંસ્થાઓને વિચાર કરવું પડશે. ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની સાધુસંસ્થાઓ છે –(૧) જૈન સાધુસંસ્થા (૨) બૌદ્ધ સાધુસંસ્થા (૩) વેદિક સાધુસંસ્થા.
જૈન સાધુસંસ્થા: જૈન સાધુસંસ્થા સહુથી પ્રાચીન અને ઘડાયેલી છે એનાં ઐતિહાસિક પ્રમાણે મળે છે. તેના આજના સંસ્થાપક ભગવાન મહાવીર પહેલાં પાર્શ્વનાથના સમયમાં એ હતી અને પાર્શ્વનાથને સંધ “ચતુર્યામ સંવર” પંથ કહેવાતો. જેમાં ભગવાન બુધે દીક્ષા લીધી હતી. જેને ઈતિહાસની દષ્ટિએ ભગવાન ઋષભદેવથી માંડીને શાંતિનાથ, મલ્લિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને છેક મહાવીર સુધી ૨૪ તીર્થકરોના કાળમાં જૈન સાધુ સંસ્મા સળંગ રીતે રહી છે. જે સાધુસંસ્થા પ્રાચીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com