________________
અહિંસક નૈતિક આદર્શ સમાજની રચનામાં તેમને ટકાવી રાખવા તે પડશે. તે માટે સર્વપ્રથમ સાધુ સંસ્થાને પહેલું સ્થાન આપવું પડશે. પછી લોકસેવકોને તેમના આધારે ટકાવીને સમાજના શ્રધ્ધા પાત્ર બનાવવા પડશે જેથી તેમને સંયમ, બ્રહ્મચર્ય અને પાયાના સમાજ હિતમાં લગાડી શકાય.
શ્રી. માટલિયા: “એ વાત તે સાચી છે કે ઓછું લઈને સમાજને વધુ નહીં આપી શકે તે સેવક પણ લોકશ્રદ્ધાને પાત્ર નહીં રહી શકે. બાકી જે લેકશ્રદ્ધાને પાત્ર હશે તે જરૂર આગળ ધપશે અને સમાજ જરૂર તેને બે જ પ્રેમથી ઉપાડશે.
શ્રી. ચંચળબહેન : “વૈદિક ધર્મમાં સન્યાસિનીઓની કક્ષા નથી. પણ બ્રહ્મચારિણું બહેને પુરાણધર્મોની સારી સારી વાત કરીને બહેનેમાં નવું જેમ પ્રેરી સંસ્કૃતિને જીવંત રાખવા શકય તેટલું કાર્ય કરતાં હોય છે પણ આ કથાઓમાં ભૌતિક લાલચ, દા. ત. વાંઝિયાને પારણું બંધાય; સત્યનારાયણની કથા સાંભળી પૈસાદાર થવાય વિ. બાબતે વણી લેવાતી હોય છે. તેમાં સંશોધન થવું જરૂરી છે.
શ્રી. બ્રહ્રાચારીખ : “સ્વપર કલ્યાણ સાધુસંસ્થાજ કરી શકશે. આજના યુગની જરૂર પ્રમાણે તેને વળાંક આપવાનું કાર્ય એ સંસ્થાની અમૂક વિભૂતિઓથી જ થશે એમ મને લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com