________________
૪૮
છે તેનુ વર્ણન મળે છે. એજ વિશાળ દૃષ્ટિએ આજના સાધુ સમાજે દ્રવ્ય ક્ષેત્ર કાળ પ્રમાણે સમાજને બતાવવા જોઈ એ,
સ્વપર કલ્યાણના માર્ગ
એ પરંપરા સુધારવાની જરૂર છે !
શ્રી, પૂજાભાઈ : “ જ્યાં રહીને રામ-લક્ષ્મણુ ભણ્યા; લવ-કુશને જ્ઞાન મળ્યુ : બુદ્ધિ શક્તિ અને સસ્કારની ત્રિવેણી મળી એ આશ્રમ પ્રણાલિકા અને ઋષિની પરંપરાજ શ્રેષ્ઠ હતી. પણ ધીમે ધીમે જ્ઞાનદાતા બ્રાહ્મણા અને સાધુએ આજે એ ઘડી સાંભળવાનાં સાધના બની ગયાં છે. તેમાં ધરમૂળથી સુધારે થવા જોઈ એ. એટલે જ લેાકાએ મંદિશ નગર બહાર બનાવી ત્યાં ધમપાન કરવાની પ્રણાલિકા ચાલુ કરી હશે. ત્યાંના પૂજારી પહેલાં તે સાધુચરિત હશે, પણ ધીમે ધીમે તેમાં વિકૃતિ આવી હશે. પરિણામે ગામને ધર્મના માર્ગે લઈ જવા બદલે પ્રમાદ અને અજ્ઞાન તેણે વધાર્યાં હશે. ગમે તે àાય પણ આજે હિંદુ સાધુસમાજની જે દશા છે તેમાં સુધારા કરવાની સખત જરૂર છે એમાં એ મત નથી. આજે મારે બ્રહ્મચારીજી જોડે વાત થઇ કે સાધુ સંસ્થાની ઉપયેાગિતા અને અનિવાયતા અંગે બે મત નથી પણ તેમાંથી ઘઉં અને કાંકરા અલગ કરીએ તેમ તેજસ્વી સાધુ-સાધ્વી અલગ કરવા પડશે. ધર્મ સંસ્કૃતિની રક્ષા કરતા પહેલાં તેમણે જાતે સુસ ંસ્કૃત થવુ પડશે.
નર્કમાં જઈને પણ ભલું કરે – તે સાધુ
-
64
પૂ. શ્રી દંડી સ્વામી : “ ભારતની સંસ્કૃતિને અત્યાર લગી સુરક્ષિત રાખનાર સાધુ સસ્થા જ છે. એણે જ યુગાપુરૂષ કાર્ય હાથ ધરવું પડશે અને ચારે વર્ણની જે રાખ થઇ .છે તેમાં પ્રાણ પુકવા પડશે. વેપારમાં અપ્રમાણિકતા; રક્ષણુ બદલે ભક્ષણુ; રાજ્યપ્રબંધના બદલે લાંચરૂસ્થત સાઈ-સુધરાઇના બદલે કામચેારી તેમજ ચેામેર જે અવિશ્વાસ ફેલાયા છે તે દૂર કરવા જ પડશે. શ્રદ્ધાનંદ, વિવેકાનંદ, દયાનંદ વ. સાધુએ જ આજના યુગના પ્રણેતા જ હતા ને?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com