________________
આવા મરજીવા અને નિસ્પૃહી સાધુઓ જ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરી શકે. ભગવાન બુધે પૂર્ણને ધર્મપ્રચાર માટે અનાર્ય દેશમાં મોકલ્યા અને ત્યાંના જીવનને સુસંસ્કૃત બનાવ્યું.
આજે એવા નિઃસ્પૃહી સાધુઓને વણી–વણીને ભેગા કરવા પડશે; અને તેમનામાં પ્રેરણા જગાડવી પડશે. ગૃહસ્થની મર્યાદા -
આ અંગે ગૃહસ્થ એટલા નિસ્પૃહી ન બની શકે. તેમને કુટુંબ કબીલા વ. ની મર્યાદા હોય છે. ગૃહસ્થ સાધક પોતે વ્યક્તિગત સાધનામાં વધુમાં વધુ આગળ વધે તો પ્રાણ-પ્રતિષ્ઠા પરિગ્રહ છેડવા સુધી વધી શકે, પણ આખા સમાજને એ માર્ગે દોરવા અને સતત તે અભ્યાસમાં મંડી રહેવા માટે સાધુ સંસ્થાની જરૂર રહેવાની એટલે જ સાધુ સંસ્થાને ધર્મ અને સંસ્કૃતિની રક્ષાનું કામ સોંપવામાં આવ્યું છે. તેઓ પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહના ભાગે પણ એ કામ પાર પાડે છે. દયાનંદ સરસ્વતી, સ્વામી શ્રધ્ધાનંદ, વિવેકાનંદ આ બધા સંતે એજ કોટિના છે.
જેનેના ઉપાસક દશાંગમાં દશ મુખ્ય શ્રાવકોનાં વર્ણન છે. કામદેવ, ચલણ પિયાવ વધુ ઘડાયેલા હોવા છતાં પૌષધ સમયે (૨૪ કલાકની સાધુ મર્યાદા) ડગી જાય છે. એક દેવતા (દિવ્યશક્તિ) તેની કસોટી કરવા આવે છે. તેમાં કેટલીય વાર સુધી તેઓ ટકી રહે છે પણ જ્યારે પોતાની માતા ઉપર તે દેવ દેવમાયાથી પ્રહાર કરતા તેમને નજરે આવે છે, ત્યારે તેઓ પિતાની સાધનાથી વિચલિત થઈ જાય છે. અહક જેવા શ્રાવકે કસોટી સમયે સ્થિર રહે છે અને બીજાને સ્થિર કરે છે. આટલું કામ કરવું તે પણ ૨૪ કલાકની મર્યાદામાં દુષ્કર કહ્યું છે તે આખુ જીવન એની પાછળ આપી દેવું એ કામ મહત્વપૂર્ણ છે તે બતાવે છે.
એટલે સંસ્કૃતિનાં મૂલ્ય ટકાવી રાખવા માટે ધર્મની સ્થાપના અને પ્રથમ સ્થાન માટે પ્રારંભથી સાધુ સંસ્થાની અનિવાર્યતાને સ્વીકારવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com