________________
પછી તે બ્રાહ્મણકુમારે તેમને ભિક્ષા વહેરાવે છે અને હરિકેશી મુનિ તેમને સાચે યજ્ઞ એટલે સંયમ યાજ્ઞિક એટલે આત્મા અને સમિધાઓ એટલે કે ક્રોધ, માન, માયા અને લોભ વગેરે કષાય અને વિકારને બાળવાનું રહસ્ય બતાવે છે. બ્રાહ્મણની જવાબદારી, સંસ્કૃતિ રક્ષા, પાપનિવારણ વગેરે અંગે તેમનું મન સમાધાન કરે છે અને હૃદય પરિવર્તન કરીને આવે છે. આમ સંસ્કૃતિના નામે જ્યારે એક આડંબર સેવા હેય સંસ્કૃતિનાં મૂલ્યો ખવાતાં હોય ત્યારે સાધુસંસ્થા જ સંસ્કૃતિનાં મૂલ્યોની પ્રસ્થાપના કરે છે.
એવી જ રીતે જ્યાષ મુનિને પ્રસંગ છે કે તેઓ માસ-ખમણના પારણે આહાર માટે વિજ્યાષ બ્રાહ્મણના યજ્ઞવાડામાં ગયા. યાજ્ઞિક દૂરથી જ તેમને કહી દીધું કે “તમે બીજે કયાં તપાસ, હું ભિક્ષા નહીં આપી શકું.”
મુનિએ કહ્યું કે “હું તે ભિક્ષા લેવા આવ્યો છું.”
એ ઉપરથી કોણ ભિક્ષા અધિકારી એ વિષય ઉપર બનેની વચ્ચે ચર્ચા થઈ. મુનિ તે વિષને તેની સામાજીક મૂલ્ય સાચવવામાં ભૂલ થતી હતી તે સમજાવવા અને તેથી મુક્ત કરવા આવ્યા હતા. એટલે બ્રાહ્મણે એ વેદના મુખ, યજ્ઞ, યજ્ઞ-મુખ અને સ્વ-પરને ઉદ્ધાર એ અંગે સમર્થ વ્યક્તિ અંગે પ્રશ્નો કર્યા. મુનિએ સાચે બ્રાહ્મણ તેની જવાબદારી, યજ્ઞની પાછળની પવિત્ર ભાવના વગેરે અંગે ખુલાસે કર્યો અને સાચા ધર્મની સમજણ પાડી.
કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈક પિતાના સ્વાર્થ માટે પ્રતિષ્ઠા છોડી શકે છે, પરિગ્રહને તજી શકે છે, અને પ્રાણ પણ છોડી શકે છે પણ નિઃસ્વાર્થ ભાવે અપમાન, ગાળ અને નિંદા સહેવી; માર સહન કરવ, પ્રાણ સુદ્ધાં પણ છોડવાની તૈયારી અને તે બધું કેવળ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે ? એ તો કેવળ ઘડાયેલી સાધુ સંસ્થા વડે જ થઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com