________________
સમાજમાં સમરસતા, સ્નેહ, સેવાભાવ વગેરે સદ્ગણે વધે તે તરફ દુર્લક્ષ સેવ્યું. બ્રાહ્મણોએ પણ એમ માન્યું કે આટલા બધા યજ્ઞો અમારા હાથે થશે એટલે અમારી પ્રતિષ્ઠા વધશે સમાજ ઉપર અમારું વર્ચસ્વ વધશે યજમાને વધશે તેમજ અમે પણ દાન-દક્ષિણથી સંપન્ન થશું. આમેય સ્વગુણે અને સ્વકમે વધવાના બદલે દરેક વર્ણના મનમાં વ્યક્તિગત માલિકી અને સ્થાપિત હિતને ભાવ જાગે. જ્યારે બ્રાહ્મણો અને ક્ષત્રિય સામાજિક મૂલ્ય ચૂકતા હોય ત્યાં તેમને ચેતવે પણ કોણ? ભગવાન મહાવીર સ્વામીના યુગમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે યજ્ઞ કરીને ક્ષત્રિયે ગમે તે ધતિંગ ચલાવે તેને બ્રાહ્મણે પુણ્ય ઠેરવતા. બ્રાહ્મણે સાચા યોના બદલે દાન-દક્ષિણા ચાલુ રહે તે માટે ખોટા યજ્ઞો પણ ચાલુ રાખતા અને કડકડાટ સંસ્કૃતના શબ્દો બોલી જવામાં બ્રાહ્મણત્વ આવી ગયું; એમ માનતા. તેને ક્ષત્રિાનું સંરક્ષણ હતું !
આવા યજ્ઞો પ્રાણુઓના બલિદાને-સંસ્કૃતિની વિરુદ્ધમાં હતા અને ધર્મના નામે કલંક રૂપે હતા. આ વાત ક્ષત્રિયો અને બ્રાહ્મણને ચેતવે કોણ? સામાન્ય માણસનું ગજુંય નથી હતું કે એમની ભુલ કાઢે. આ કામ નિઃસ્પૃહી સાધુ સન્યાસીઓ જ કરી શકે. તેઓ જ આવે વખતે પ્રાણ-પ્રતિષ્ઠાની પરવા કર્યા વગર એમને સાચું કહી શકે; સામાજિક મૂલ્યોની રક્ષા કરી શકે. હરિકેશી મુનિને થયું કે આ બ્રાહ્મણ-ક્ષત્રિય સામાજિક મૂલ્યોને ચૂકે છે તો મારી ફરજ છે કે ગમે તે ભોગે હું એમને ચેતવું. આ વખતે મારે તેમને જઈ સત્ય વસ્તુ કહેવી પડશે. તેઓ એટલા માટે ભિક્ષા નિમિત્તે બ્રાહ્મણવાડામાં ગયા. તેમને બીજે ઠેકાણે ભિક્ષા નહોતી મળતી, એમ ન નતુ. પરંતુ લોકસંપર્ક માટે ભિક્ષાચરી, પાદવિહાર અને ઉપદેશ આપવો, એ પ્રકાર છે. હરિકેશી મુનિને જોતાં જ બ્રાહ્મણકુમારે ચમક્યા. “આવો બેડોળ, કુરૂપ અહીં શા માટે આવે છે?” તેઓ વાતો કરવા લાગ્યા. એ વખતે ક્ષત્રિય રાજ્યના ચડાવેલા બ્રાહ્મણે પોતાને જ ભગવાનના અવતાર માનતા હતા. એના કારણે પિતાની જાતિ શ્રેષ્ઠ અને બાકીના નીચા એમ પણ ગણાવતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com