________________
४७
ચર્ચા-વિચારણું સાધુઓનાં લક્ષણે
શ્રી. માટલિયાએ વિશ્વદૃષ્ટિએ સાધુસંસ્થાને હતાં કહ્યું : “સાધુઓમાં પાયાના લક્ષણ તરીકે સત્તા, કામિની અને કંચનથી ત મુક્ત હોવાની સાથે આ બાબત પણ જોશે :-(૧) સાધુ-સાધ્વ દરેક વહીવટને લોક્માન્ય રીતે કરશે, (૨) તેમની પાસે જતાં દરેક સ્ત્રી પુરૂષો શીલની નિશ્ચિતતા અનુભવશે, અને (૩) એ કોઈપણ સત્તા ને પદે નહિ હોય. એમના પરિચયમાં આવનારની અપરિપકવતા કે શ્રદ્ધાને એ ખોટો ઉપયોગ નહીં કરતો હેય; એટલે કે મૂંડી નાખવાની લાલસાથી પર હશે.
આવા સાધુઓમાં પણ. ધર્મ દીઠ દરેકના કાર્યક્રમમાં ફેરફાર હોઈ શકે. ખ્રિસ્તિી અને ઇસ્લામી સાધુઓ સેવા અને રહેમના લીધે રાહતનાં કામોમાં માનતા હશે. બૌદ્ધ ધર્મના સાધુઓનું પણ સેવા વગેરે કંઈક લક્ષ્ય હશે. અપવાદમાં રામકૃષ્ણ મિશનના સાધુઓને બાદ કરતાં બાકીના મોટા ભાગના સાધુઓ લોકિક પ્રવૃત્તિથી દૂર રહેવાની પરંપરાવાળા તેમજ તપ-ત્યાગની વૃત્તિવાળા હશે. એટલે આ સાધુઓનું વર્ગીકરણ કેમ કરવું તે વિચારવું પડશે! જૈન સાધુઓ
શ્રી. દેવજીભાઈ : “જૈનધર્મમાં અગાઉથી બે પ્રકારના સાધુએ હતા. (૧) જિનકપી : એકાંતમાં રહીને સમાજને કે રાજ્યને પ્રેરણ આપે. અનાથી મુનિનું દૃષ્ટાંત આવે છે કે તેમણે શ્રેણિક રાજાને
ડી વારમાં સમજાવી દીધું. (૨) સ્થવિર કપી: તેઓ સમાજમાં રહીને દરેક ક્ષેત્રે દરેકને પ્રેરણા આપે છે, ઠાણુગ સૂત્રમાં દશ પ્રકારને ધર્મ કહ્યો છે. એ જ રીતે દરેક સૂત્રમાં ઝીણામાં ઝીણી બાબતે અંગે માર્ગદર્શન મળે છે. તેમજ ધારિણી માતાના ગર્ભમાં જીવ આવે છે
ત્યારથી મૃત્યુ લગી પિતાની શી જાત અને જગત પ્રત્યે શી શી ફરજો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com