________________
કેવળ નિસ્પૃહી શા માટે?
દાંડત, માથાભારે તત્વે, સત્તાધારીઓ અને મોટા મૂડીદારોની સાથે પ્રાણ અને પ્રતિષ્ઠાના ભોગે બાથ ભીડવી એ ઘણું કપરું કામ છે. આજે જ્યારે મોટાભાગના સાધુઓ કે લોક્સેવકો પણું દાંડત, અમલદારશાહી કે મૂડીવાદની આગળ માથું ઊંચકીને બોલવામાં પણ અચકાય છે ત્યારે એ કામ તો કોઈ ફના થનાર–જેને કોઈની પાસે કશી પણ આશા નથી એવો નિઃસ્પૃહી સાધુ જ કરી શકે. એનાં બી હજુ પણ એ સાધુસંસ્થામાં છે. કેવળ તેને અંકુરિત કરવાની જરૂર છે. આજે સત્તા અને સંપત્તિથી ઉપર ધર્મનું સ્થાન કરાવવું અને ટકાવી રાખવું એ જ મુખ્ય પ્રશ્ન છે. એ માટે લોકસેવકો અને સાધુઓએ તત્પર રહેવું પડશે. એમાં ઘણા વિદ્યો છે-મુશીબતો છે પણ નિઃસ્પૃહી અને ધર્મસંકૃતિની રક્ષા માટે જીવન અર્પણ કરનાર તેને ઝીલીને પણ આગળ વધશે. આવે નિઃસ્પૃહી કેવો હશે તે અંગે ભગવાન બુદ્ધના શિષ્ય પૂર્ણને દાખલો વિચારવા જેવું છે.
ભગવાન બુદ્ધના શિષ્ય પૂર્ણ જયારે અનાર્ય દેશમાં જવા તૈયાર થયા ત્યારે ભગવાન બુધે પૂછ્યું: “અનાર્ય દેશના લોકો અસભ્ય છે. તે તમને ગાળો આપશે; નિંદા કરશે અને તિરસ્કાર કરશે !”
પૂણે કહ્યું: “તેમણે પ્રહાર તે નથી કર્યો ને એમ માની તેમને ઉપકાર માનીશ.”
“તેઓ નિયી છે. પ્રહાર પણ કરશે !”
તેમણે શરીરમાં ઘાવ તે નથી કર્યા, એમ સમજી તેમને સારા ગણીશ.”
“તેઓ અંગ–દ પણ કરશે!” “તે પ્રભુ! મારે પ્રાણ તો લીધે નથી ને એમ માનીશ” “તેઓ પ્રાણ લઈ લેશે.”
“પ્રભુ ! આપ જ કહે છે કે, આ અવતાર અને દુઃખનું કારણ છે. એમણે આ દેહને નાશ કરીને મને મુક્ત કર્યો છે એમ માની!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com