________________
૪૦
પિતપોતાના કાર્ય માટે નિષ્ણાત હેય છે. સાધુપુરુષ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે તૈયાર હોય છે. યોજનાકાર યોજના ઘડી કૃષિ-વેપાર વગેરેની યોજના રચી શકે છે અને શ્રમજીવી તેને અમલી રૂપ આપી શકે છે. જે શ્રમજીવી ઉત્પન્ન ન કરે તે બધાનું પેટ ન ભરાય અને ખાલી પેટે સંસ્કૃતિની વાત કે રક્ષા ક્યાંથી થાય? એવી જ રીતે યોજનાકાર જે વ્યવસ્થિત યોજના ન બતાવે તે શ્રમજીવીને શ્રમ વ્યર્થ જાય. પણ એ બન્નેની બુદ્ધિ અને મહેનતના સમયે જે ફળ પાકે ને સંસ્કૃતિની રક્ષા સાધુ ન કરે તે તે તે ક્યાંથી ટકી શકે?
હવે ત્રણેને ભૂખ લાગી છે. એટલે શ્રમજીવી પુરૂષાર્થ કરી ફળ તોડી લાવે છે. તે સૌથી પહેલાં સાધુને આમંત્રે છે અને કહે છે કે “આપ પૂજ્ય છે એટલે આપ સર્વ પ્રથમ ફળ ખાવો ! કારણકે આપે સંસ્કૃતિની રક્ષા કરી જેથી મારે શ્રમ સફળ-સાર્થક થયો છે”
ત્યારે સાધુ કહે છે: “હું તે તપ ત્યાગ વડે બે-ત્રણ દિવસ ચલાવી શકું છું. એટલે પહેલાં તું ખાઈ લે પછી વધે તેમાંથી હું પણ પેટ ભરી લઈશ.”
શ્રમજીવી હવે યોજનાકાર પાસે જાય છે. તેને કહે છે કે આપે જના બનાવી એટલે મારું કામ સફળ થયું છે. માટે તમે આહાર !
જનાકાર કહે છે: “ ભાઈ હું તે યોજના કરું છું પણ તું શ્રમ કરે છે. તારે હક્ક પહેલો છે. હું તે એકાદ દિવસ ખાધા-પીધા વગર પણ ચલાવી શકું છું.”
હવે પેલો શ્રમજીવી ખાવા બેસે છે ત્યારે તે વિચારે છે કે “હું એકલો પહેલો ખાઉં તે મારો હક્ક છે એમ બને કહે છે. તે છતાં મને તેમ ખાતા સંકોચ થાય છે. તે હવે મારે મારા પૂરતું જ ખાવું !”
તે ખાઈને સાધુ પાસે જાય છે. પણ, સાધુ યોજનાકારને ચીધે છે. જનાકાર પણ સાધુએ કહ્યું છે માટે બીજો હકક પિતાને માની પિતાની મર્યાદા જેટલું ખાય છે અને વધેલા માટે સાધુને પ્રાર્થના કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com