________________
રાજાને પૂછે છે. રાજા ગભરાઈ ને મુન પાસે ક્ષમા માગે છે અને મુન શ્રમણ સંસ્થાનું રાજાએ અહિત કર્યું તે બદલ તેને પ્રાયશ્ચિત્ત આપી માફ કરે છે.
આમ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવા પિતાને પ્રાણ હેમવા માટે તૈયાર થાય તેવા મરજીવા સાધુ સન્યાસી–સંસ્થામાંથી મળી આવે છે. કોઈ કહેશે કે સંસ્કૃતિ અને ધર્મ માટે પ્રાણ આપનાર આજે સાધુ-સન્યાસ. કેટલા! પંજાબના વિભાજન વખતે પાકિસ્તાનમાં પિતાની એવી આધ્યાત્મિકતા અને બલિદાન આપવાને પરિચય આપવાના બદલે સાધુઓ વિમાનમાં અહીં ચાલ્યા આવ્યા ! પણ એવાં પણ સાધુર છે, જેઓ આવા તોફાન પ્રસંગે મકકમ રીતે ટકી રહી અહિસાને પ્રતિષ્ઠિત કરે છે.
૧૯૪૬ માં અમદાવાદમાં હિંદુ મુસ્લીમ હુલ્લડ વખતે મુનશી સંતબાલજી મ. તેફાનીઓને લતે લત્તે ફરીને શાંતિ અને અહિંસાની પ્રતિષ્ઠા કરી શક્યા હતા. પણ આવા વિરલ નમૂનાઓ બીજા માટે આદર્શ રૂપે બને અને તેમના સાથીઓ પણ એ રીતે સંસ્કૃતિની કે ધર્મની રક્ષા માટે પ્રાણ-પ્રતિષ્ઠા છોડે એ પણ શક્ય છે.
એજ કારણ છે કે આજે વિદ્વાને, સાહિત્યિકો તેમજ ગૃહસ્થ ત્યાગી પુષ્કળ હોવા છતાં ઉપદેશકોને તે ન હોવા છતાં; સાધુ-જીવન પાછળ આજે જે કંઈ ખર્ચાય છે તેનું એકજ કારણ છે કે એકાદ વિરલ સાધુ આત્માની જ્યોતથી સંસ્કૃતિના દીવડા ઝગમગી ઊઠે છે. સાધુએને મહત્વનું કારણ?
સાધુઓને આટલું મહત્વ આપવાનું કારણ ઉપર જણાવવામાં આવ્યું છે, પણ લોકોની તેમના પ્રતિ કેવી શ્રદ્ધા અને અપેક્ષા છે તે જાણવા માટે એક દાખલો આપું.
એક તદ્દન અજાણ્યા પ્રદેશમાં ત્રણ વ્યક્તિએ જાય છે. એક શ્રમજીવી છે; બીજો જનાકાર છે અને ત્રીજો પુરુષ સાધુ છે. આ ત્રણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com