________________
છે. તેથી બચેલો થોડે યક્ષશિષ્ટ આહાર સાધુ કરે છે. આ રીતે ત્રણે સંતુષ્ટ થઈને પિતપતાની જવાબદારી પાર પાડે છે.
અહીં તત્વ એજ લેવાનું છે કે સાધુ પુરૂષ ઉપર જે પૂજ્ય ભાવ હતે તે એમના તપત્યાગને લઈને હતો. ધર્મ અને સંસ્કૃતિની કસોટી આફત અને ભુખ વખતે જ થાય છે. તે વખતે જ માણસની સાધના કેટલી છે તેને ખરે ખ્યાલ આવી જાય છે.
જૈન કથાનકોમાં આવે છે કે બાર વર્ષને મોટો દુકાળ પડે. ત્યારે લોકો અન્ન માટે ટળવળતા હતા. શેર મોતીને બદલે શેર જુવાર મળવી મુશ્કેલ હતી. જૈન સાધુઓ પ્રતિ ગૃહસ્થોને એટલો જ પૂજ્યભાવ હતે એટલે તેમને ભિક્ષા લેવા વિનંતિ કરતા. પણ જૈન સાધુઓએ જોયું કે લોકે દુષ્કાળના ભોગ બની રહ્યા છે ત્યારે અમે છકાયના નાથ અને પીર આહાર શી રીતે કરી શકીએ ! એટલે સુવિહિત જૈન સાધુઓએ અનશન કરીને પિતાને દેહ છોડ અને બીજાને જીવાડીને જીવવાની અમર સંસ્કૃતિની રક્ષા કરી. આમ સંસ્કૃતિની રક્ષા માટે જાતને ઉત્સર્ગ કરી દે એ સાધુ સંસ્થામાં વણાયેલું તત્ત્વ છે.
સંરકૃતિનાં મૂહોની પ્રસ્થાપના
ભારત વર્ષમાં ચાર વર્ણો હતા. એમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ષો ગુણના આધારે તેમજ વૈશ્ય અને શુદ્રો કર્મના આધારે રચાયા હતા. પ્રારંભમાં તો ગુણ અને કર્મ પ્રમાણે જ એ સ્થપાયા હતા. બ્રાહ્મણ સમાજના નૈતિક પ્રેરક હતા અને ક્ષત્રિયે એમના સહાયક હતા. બ્રાહ્મણ અને ક્ષાત્રાનું એ કર્તવ્ય હતું કે વૈશ્ય, શુદ્ર વર્ગમાં ધનલિસા, પ્રતિષ્ઠા લિસા વગેરે દુર્ગણે ન વધે સંસ્કૃતિ અને સણોની દિશામાં સમાજ આગળ વધે તે જોવું જોઈતું હતું. એના બદલે ક્ષત્રિયોએ જાતે સત્તા અને સંપત્તિ વધારવા પ્રયત્ન કર્યો. સામાજિક મૂલ્ય સાચવવાની જવાબદારીને બદલે સામાજિક મૂલ્યો ખાવાવા લાગ્યા. ક્ષત્રિયોએ મોટા મોટા યશો શરૂ કર્યા અને તે બહાને ધનસંપત્તિ વધારવી શરૂ કરી. તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com