________________
ધર્મ-સંસ્કૃતિ–રક્ષા ૪-૮-૬૧]
[ મુનિશ્રી નેમિચંદ્રજી
સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા ઉપર આ અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. ગૃહસ્થ કે સેવકોની એક મર્યાદા છે એટલે વિશ્વમાં અને આખા માનવસમાજમાં નિઃસ્પૃહી રીતે જે કોઈ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા કરી શકે અને તે માટે પ્રાણ-પ્રતિષ્ઠાને ત્યાગ કરી શકે તે તે સાધુ સંસ્થા છે. ગૃહસ્થ સાધક બહુ બહુ તે વ્યક્તિગત, કુટુંબગત કે રાષ્ટ્રગત સંસ્કૃતિ-રક્ષા કરશે પણ આખા સમાજમાં પોતે સુસંસ્કૃત થઈને ધર્મ અને સંસ્કૃતિની રક્ષાના સંસ્કારે ફેલાવી ધમ– સંસ્કૃતિની રક્ષા કરી શકે તે તે સાધુ-સંસ્થા જ છે.
પુરાણોમાં બતાવવામાં આવ્યું છે કે આ પૃથ્વી શેષનાગના ફણું ઉપર ટકી રહેલી છે. જ્યારે સમાજદ્રષ્ટા ઋતિકાર કહે છે –
सत्येन धार्यते पृथ्वी, सत्येन तपते रवि : ।
सत्येन वाति वायुश्च, सर्व सत्य प्रतिष्ठितम् ॥ આ પૃથ્વી સત્યે ધારણ કરેલી છે; સૂર્ય સત્યના કારણે તપે છે, પવન પણ સત્યથી વાય છે–બધી વાતે સત્ય ઉપર અવલંબિત છે. જૈન શાસ્ત્રોએ પણ જગતને ટકાવી રાખવાના કારણેમાં સત્ય, અહિંસા સંયમ વ.ને બતાવ્યાં છે. વેદના ત્રાષિએ પણ કહે છે –
“ વિશ્વાસ રતઃ તિ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com