________________
“સૂત્રમાં એ પાઠ છે કે આ બધું ચાલતું હતું ત્યારે રાજ્યે ત્યાં કોઈએ ન જવું એ ઢઢો પીટાવ્યો છે અને તે વખતે ભ. મહાવીર ત્યાં પધારે છે.”
આ ચર્ચાનું તારણ એ નીકળ્યું “જ્યારે રાજ્ય અને (છ. લલિત પુરૂષોને આપેલી છૂટ) ટેકો આપે ત્યારે પ્રતિહિંસા ફાટી નીકળે. એટલે તેનું પરિણામ પ્રજાને ભેગવવું પડે. આવા સમયે રાજ્ય પ્રતિહિંસાને દાબવા આગળ આવવું જોઈએ પણ તેમ ન થતાં હિંસાના સામનાની મર્યાદા મૂકે તે પ્રજાજન સ્વભાવિક રીતે ડરપાક બને. આવા સમયે ભગવાન મહાવીર જેવા પ્રબળ અહિંસાધારીનું પ્રભાવશાળી બળ અને હાજરી કામ લાગે. તેથી જ સુદર્શન જે કોઈ આત્મા શહીદી માટે જાગી ઊઠે. આ તત્પરતા પેદા થાય એજ તે ભગવાનને પ્રત્યક્ષ અતિશય કહેવાય. આવા પુરુષોની હાજરી જ સુતેલી પ્રજાને જગાડે છે અને હિંસાખોરી વચ્ચે બલિદાન આપવા પ્રેરે છે એજ એમને ચમત્કાર છે. આવા પુરુષોને સીધે પ્રયોગ તે ન છૂટકે જ કરવું પડે છે આવા તોફાન વખતે પ્રખર અહિંસક કાં તે હિંસાને શાંત કરે (જાતે હોમાઈને પણ) અને કાં તે હિંસાને અપ્રતિષ્ઠિત કરે છે. મહાવીર પ્રભુના વખતે મોટા ભાગના પ્રશ્નો તેમના બધા વર્ગના શ્રાવક ઉકેલતા અને તે સામાજિક જાગૃતિના ધોરણે જ થઈ શકે. જો કે ઘણીવાર સ્થાપિત હિતે હિંસાને ઉશ્કેરે પણ સામુદાયિક અહિંસાનું પગલું તે શકિતશાળી છે જ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com