________________
૩૪.
મૂર્તિની પાછળ જે જીવાત્મા પૂજારી છે તેને તમે જોતા નથી તે પરમાત્મા ક્યાંથી મળે. તમે તે પથ્થર રૂ૫ રહી જવાના !”
સંઘમાં ચર્ચા ચાલી કે “આ મુનિઓ મૂર્તિ પૂજાની નિંદા કરે છે? “ જૂનાગઢના સમાચાર તે પહેાંચી જ ગયા હતા. સંધ ભેગો થયો. મંદિરના ઉપાશ્રયમાંથી બનેને જવાનું કહ્યું. તે તેમણે કહ્યું: “સ્થા. ઉપાશ્રયમાં જશું!એટલે સંધ ડર્યો, અને તેમને વિહાર કરી જવાનું કહ્યું. '
આમાંથી યુવાન સાધુએ વિહાર કરતાં પહેલાં મને કહ્યું: “આ જડ કર્મકાંડોથી ગળે આવી ગયો છું. પિતા સાવ વૃદ્ધ છે ત્યાં લગી છું. બાકી જેનો કાઢે તે પહેલાં હું નીકળી જવા માંગું છું. અમારો ઉપયોગ જૈનાને દેવલોક અપાવવાને અને અમને પછી આંદામાન દીપ મોકલે એટલો જ છે. “ આ ઉપરથી જણાય છે કે સાધુસંસ્થા સઘાધીન છે અને સઘ મૂડીવાદીઓને આધીન છે.”
શ્રી. પંજાભાઈ : “ તે તે એકલું રાજકારણ દુષિત નથી. સમાજકારણ પણ દુષિત છે.” ન છૂટકે પણ ચલાવવું પડે છે
શ્રી. દેવજીભાઈ : અમદાવાદને તાજો દાખલો ટાંકું. “હું” નેમિમુનિ, એક સાધ્વ છે અને ત્રણ સાધુઓ સાધુ-સાધ્વી શિબિરની વાતો અને ચર્ચા કરી રહ્યા હતા. તેમાં ત્રીશ વર્ષના એક દીક્ષિત લગભગ પિસ્તાળીસ વર્ષનાં સાધુએ કહ્યું: “ અમારી લાચારીનું શું વર્ણન કરું ?”
તેમણે એમ કહી એક પ્રસંગ ટાંડ્યો. એક શ્રીમંત શ્રાવકને ત્યાં અમારા એક શ્રાવક કુટુંબની દીકરી પરણાવી હતી. તેઓ વરાડિયાં દર્શન કરવા આવી ગયા હતા. બીજે દિવસે તે બહેન આવી. તેને ચહેરે પડેલો હતો. મેં પૂછ્યું,
આમ કેમ ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com