________________
સમાજને છે કે જે ભય, વહેમ અને લાલચના કારણે એમને ટકાવે છે. અલબત્ત હવે સમાજમાં પરીક્ષક શકિત જાગી છે, તે પ્રમાણે અંતે તે નામધારી અને વેશધારીઓએ તે ખોટાપણું છોડવું પડશે, ત્યારે જ સાચા સાધુસમાજની કામગીરી અને શોભા વધશે.” માનવતાને ગુંગળાવતી રૂઢિચુસ્તતા
શ્રી. માટલિયાએ એક અનુભવ ટઃ “એક પિતા-પુત્ર બન્નેએ દીક્ષા લીધી. તેઓ જૂનાગઢ યાત્રાએ ગયા. ત્યાં રાત્રે એક કુટુંબ આવ્યું. નાનું ત્રણ વરસનું બાળક પણ હતું. પૂજારીએ નિયમ પ્રમાણે કહ્યું : “જૈન સિવાયને ઉતારે ન મળે!”
પેલા પિતાપુત્ર સાધુઓને દયા આવી. તેમણે કહ્યું: “માઘ મહિનાની ટાઢ છે; બહાર માવઠું થયું છે અને સાથે ત્રણ વરસનું બાળક છે. માનવતાને નામે જેવું જોઈએ !” એટલે એક રૂમમાં સાધુઓ રહ્યા અને બીજામાં પેલું કુટુંબ.
એની ચર્ચા ચાલી. સંઘ ભેગો થયો અને કહ્યું: એક તે જૈનેત્તર કુટુંબ અને વળી કેવળ બે રૂમે. એ સાધુઓને કેમ કલ્પે?”
સધુઓએ કહ્યું : “ભાઈ ઓ ! માનવતાથી વિરૂદ્ધ ધર્મ ન હોઈ શકે. જે એ જ મુદ્દા ઉપર તમે વેશ ઉતરાવશે તો જૈન અને જૈનેત્તર વચ્ચે તકરાર વધશે! પણ અમે માનવતાથી વિરૂદ્ધ કઈ પણ કર્યું નથી !” શ્રીધે એમને વિહાર કરાવી દીધે.
મોરબીમાં આ બે સતે પહોંચ્યા. ત્યાં પૂજારીને ચૌદ રૂપિયા પગાર હતો. તે બિમાર હતા. આ બે મુનિઓએ કહ્યું “બિમારને પૂજા ન કરે તે પગાર આપવો જોઈએ અને પગાર ઓછો છે તે વધારે જોઈએ.”
પણું, સંધે ન માન્યું એટલે એકદા વ્યાખ્યાનમાં ટીકા કરી:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com