________________
રાખી શકશે નહીં. ટુંકમાં અન્નમય કોષ અને અર્થશાસ્ત્ર સાથે પણ ધમેં જોડાવું પડશે. એમ કરવા જતાં ત્યાં વળી બીજે ભય ઊભો થશે. જૈનેમાં યતિસંસ્થા ઊભી થઈ તે જ ભય આમાં રહેશે. દા. ત. રામકૃષ્ણ પરમહંસ મિશનના સાધુઓની શાખા શિક્ષણ, આરોગ્ય અને રાહતનું કાર્ય ઉપાડે છે. તેમ થવાથી તે પરિવ્રાજક [ વિહાર કરનારી] સંસ્થા મટીને સ્થિર બની જશે.
એટલે મને એમ લાગે છે કે બે પ્રકારની સાધુસંસ્થા હોય (૧) પરિવ્રાજક–જે વ્યાપક રીતે લોકોમાં વિચરીને સદાચારને પ્રચાર કરે. (૨) સ્થિર થઈને જે શિક્ષણ, આરોગ્ય અને રાહતનાં કાર્યો કરે. આ બન્ને વચ્ચે પારસ્પરિક સમન્વય અને અનુબંધ રહેવો જોઈએ જેથી ઝેર ઓછું થાય. નહિતર કોલેજોમાંથી વિજ્ઞાનમય શિક્ષણ પામેલાઓ પૈસા પડાવશે; પ્રજાનું શોષણ કરશે અને કેટલીકવાર મૂડીવાદી પદ્ધતિ કે સત્તા સાથે જોડાઈને બધું બગાડી મૂકશે.
એ માટે એ પણ જરૂરી છે કે આજની વિદ્યાપીઠે સાધુચરિત પુરષોને આધીન રહેવી જોઈએ. એને અર્થ એ થયો કે કાં તે વિદ્યાપીઠ સાધુઓ જ ચલાવે અને સદ્ગુણ વિકાસનું પણ સાથે સાથે કામ કરે; અથવા વિદ્યાપીઠનું સંચાલન એવા સ્થિર સાધુચરિત્ર પુરૂષોના હસ્તે થાય જેનું અનુસંધાન પરિવ્રાજક સાધુ સંસ્થા સાથે હોય.
જે એ રીતે નવી પેઢીને તૈયાર નહીં કરાય એટલે કે શિક્ષણ સાથે ચારિત્ર્યથી વિકસિત લોકોનું સંગઠન નહીં જોડાય તે સાધુઓ અહિંસાની ચર્ચા કર્યા કરશે કે કંદમૂળ ન ખાવા, પૂજા કરવી, રામનામ બોલવું વગેરે; નિયમોની વાત કરશે અને બીજી બાજુ નવી પ્રજામાં ઇડ પેસશે. ઈંડાને વિરોધ કરશે ત્યાં લગી માંસાહાર પસી જશે. મતલબ કે વર્તમાન યુગ અને વિજ્ઞાનની સાથે એ ધર્મને તાલ મેળવતાં આ લેક હારી બેસશે અને પરલોક ફકત વાતોમાં જ રહેશે-સુધરશે નહીં. એટલે વિજ્ઞાન સાથે તત્ત્વજ્ઞ અને સદાચારી સાધુ જ સમાજને ઉપયોગી બનીને રહેશે એ પ્રશ્ન ઉપર વધુ સતર્ક રીતે વિચારવું જોઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com