________________
આમ એક ઋષિએ વિશ્વકુટુંબ ભાવે સંસ્કૃતિની રક્ષા કરવા માટે બલિદાન આપ્યું. આવાં બલિદાને જ લોકોની સુવ્યવસ્થા, શાંતિ અને સુમેળ આણી શકે અને તે કેવળ સાધુઓથી જ થઈ શકે. ઉપયોગિતા અર્થ :
આજે પણ સાધુસંસ્થાએ પિતાની ઉપયોગિતા સાબિત કરવા માટે ઉપદેશની સાથે, માનવજીવનના દરેક ક્ષેત્રે ઊંડા ઊતરી નૈતિકધાર્મિક પ્રેરણું આપવી પડશે; બગડેલા અનુબંધે સુધારવા પડશે અને તૂટેલા જોડવા પડશે. તે માટે સમાજની નૈતિક ચકી રાખી પાંગરતાં અનિષ્ટોને, પ્રજા શકિત જાગૃતિ કરી તપ-ત્યાગ વડે હંકારી કાઢવા પડશે. એમાંજ એની ઉપયોગિતા છે. જે એની ઉપેક્ષા થશે તે સાધુસંસ્થા સામે ઘરઆંગણે ભક્તોની અશ્રદ્ધા અને વિશ્વમાં સામ્યવાદને મોટો ભય છે. આજે તે વધુ સક્રિય બને અને પોતાની ઉપયોગિતા કાયમ રાખે તે એણે જોવાનું છે.
ચર્ચા-વિચારણું કે સાધુ સંઘ ઉપયોગી અને અનિવાર્ય છે?
શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “આપણે અહી સાધુસંસ્થાની વિચારણા વિશ્વના સંદર્ભમાં કરીએ છીએ. વિશ્વના સાધુઓમાં ખ્રિસ્તી, મુસ્લિમ તેમ જ બૌદ્ધ સાધુઓ પણ આવે છે. ખ્રિસ્તી માધુઓમાં બે પ્રકાર છે. એક ધર્મ વહીવટ ચલાવનાર–જે બધા પ્રકારના એAવર્યને ભોગવે છે. બંગલામાં આધુનિક સગવડ માણે છે. આવા વડા પોપ વિ. એ પ્રકારમાં આવે છે. બીજા સાધુ સંત કાંન્સિસ જેવા છે, જેમણે (૧) ગરીબી (૨) બ્રહ્મચર્ય અને (૩) નમ્રતાયુકત સમર્પણનાં વ્રતો લીધાં છે. તેઓ લોકોના દુઃખમાં ભાગીદાર બની સદાચાર ફેલાવવા જીવનને અર્પણ કરી દે છે. એવી જ રીતે મુસલમાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com