________________
ર૭
શરૂઆતમાં લોકો ડરીને ભાગતા પણ તેને શાંત જોઈ પાસે આવવા લાગ્યા... પથ્થર મારવા લાગ્યા, થાપડ મારવા લાગ્યા, ગાળો ભાંડવા લાગ્યા ! તેની ગેચરીનું વાસણ ફેકવા લાગ્યા. પણ અર્જુન મુનિ બધુ શાંતિથી સહેતા ગયા અને છ માસમાં તેમણે પૂર્ણ જ્ઞાન મેળવ્યું એટલું જ નહીં કષ્ટો સહીને લોકોની પિતાના પ્રતિની ધણુને તેમણે નાશ કર્યો; અહિંસાની સાચી પરીક્ષા આપીને પાસ થયો.
અહીં જોવાનું એ છે કે સુદર્શને હિંમત કરી અર્જુનમાળીને ભગવાનની સાથે અનુબંધ જોડી આપે; અને અર્જુનના નિમિત્તે બગડેલા અનુબંધને સુધારવામાં મદદ કરી. તે વખતે જે સુદર્શન ઉશ્કેરાઈને અર્જુન માળીની હિંસાની સામે પ્રતિહિંસા કરવા જાત ને અહિંસાની પ્રતિષ્ઠા ન કરી શક્ત, હિંસા ઉપર અહિંસાને વિજય ન અપાવી શકત. અનુબંધ પણ બગાડત. પણ ખરી રીતે તે રાજગૃહી આવીને અર્જુન જેવા ને પણ આત્મકલ્યાણના માર્ગે લઈ જવાનું કાર્ય અને સાથે જ સમાજ કલ્યાણનું કાર્ય તે મહાવીર ભગવાન જેવા પ્રખર સક્રિય અહિંસક જ કરી શકે ! કહેવાય છે કે અર્જુન મુનિને સંપૂર્ણ કેવળ જ્ઞાન થયું. આ સાધુ-સંસ્થાને પ્રતાપ કે તેમણે આત્મકલ્યાણ સાથે સમાજ કલ્યાણ પણ કર્યું. અનેક ઉદાહરણું :
એવી જ રીતે ચંડકાર્યશક નાગના ઉદ્ધારને, ભગવાન મહાવીરના જીવનનો પ્રસંગ; અંગુલિમાલ અને ભગવાન બુદ્ધનો પ્રસંગ વગેરે ઘણા દાખલાઓ આપી શકાય છે. જ્યારે સાધુસમાજે ઉપદેશમાં જ કર્તવ્યની ઇતિશ્રી ન માનતા આગળ વધી સમાજ કલ્યાણ સાચા અર્થમાં કર્યું છે. મરજીવી ત્યાગ પ્રધાન વ્યક્તિએ ક્યાંથી?
એજ રીતે સાધુસંસ્થાની ઉપયોગિતાને બીજે જે મુદો છે તે એકે ધર્મ અને સંસ્કૃતિ જ્યારે જોખમાતી હોય ત્યારે તેની રક્ષા માટે પોતાની જામેલી પ્રતિષ્ઠા-પ્રાણુ અને પરિગ્રહને એટલે કે સર્વસ્વને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com