________________
સુદર્શન કહે: “મારા ધર્મગુરૂ ભગવાન મહાવીર પધાર્યા છે તેમના દર્શને જાઉં છું. ”
અજુન વિચારે છે કે આ આટલો સજજન છે કે મારી શક્તિ ક્ષિણ થતાં જે મને મારવાના બદલે ઉપચાર કરે છે તે તેને ગુરુ કે હશે ? તે પૂછે છેઃ “શું હું પણ ભ. મહાવીરના દર્શન કરવા તમારી સાથે આવી શકું છું?”
સુદર્શને પ્રેમથી કહ્યું: “ભલે !”
સુદર્શનની હા વિચારવા જેવી છે. આજે તે નાની વાતમાં મારું તારું કરીને ધર્મસ્થાનો અને ધર્મગુરુઓને પોતાના કરી બેસનારા અને બીજાને ત્યાં જવાની મનાઈ કરનારા વિચારશે કે ૧૧૪૧ હત્યા કરનારને પણ એક શ્રાવક વગર વિરોધે ભગવાન પાસે લઈ જવા તૈયાર થાય છે. તે શ્રાવક સુદર્શન તે અંતરાત્માનો પારખુ હતો. તે જાણતો હતો કે જે પ્રબળ આત્મશકિત ઘેરહિંસક બની શકે તે પ્રખર અહિંસક પણ બની શકે ! ભગવાન મહાવીર પણ તે જાણતા હતા. તેમણે અર્જુનને ત્યાંથી જવાનું ન કહ્યું પણ સુદર્શન સાથે વ્યાખ્યાન સંભળાવ્યું.
અર્જુનનું હૃદય પ્રવચન સાંભળી હચમચી ઊઠયું. તેણે પૂછ્યું: પ્રભુ ! હું ઘોર પાપી અને મહાપાતકી છું. શું હું પણ કલ્યાણને પામી શકું !”
ભગવાને કહ્યું: “બધા આત્માને એ અધિકાર છે પછી તે પાપીને હેય કે પુણ્યશાળીને હેય! પણ, તે માટે તમારે બધી જાતના ઉપસર્ગ પરિચો સહેવા પડશે!”
અર્જુન તે રંગાઈ ગયો હતો. તેણે મુનિ દીક્ષા લીધી. પણ લોકો તે તેને હત્યારે જ સમજતા. ૧૧૪૧ જણને તે હત્યારે હત; એમજ તેઓ માનતા. કોઈને બાપ, તે કોઈને પુત્રી કોઈની પત્ની તો કોઈને પતિ, કોઈને ભાઈ તે કોઈની બહેન! તેણે કોને નહાતા માર્યા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com