________________
૩૫
તેણે કહ્યું “ ગુરુદેવ વાત કરવા જેવી નથી. એમની ઈચ્છા બીજી સાથે હતી પણ કુટુંબના દબાણમાં પરણ્યા છે અને મને ચાહતા નથી. એનું પરિણામ ખરાબ આવશે.”
તેને વર ગ્રેજ્યુએટ હતો. તેમજ તે બહેન તપ વગેરે કરે ત્યારે તે કુટુંબ ખૂબ લહાણું કરતું. એટલે મને લાગ્યું કે તેને બહારનું સુખ હશે, પણ તે બાઈએ કહ્યું: “ એ બધું ઉપરનું દેખાડવા માટેનું છે.”
એક વખત એ બહેનને છઠનું પારણું હતું. તાવ હતો અને તાવમાં દવા સાથે ઝેર અપાઈ ગયું. બહેન ખતમ થઈ ગઈ. અમારાથી કંઈ થઈ શકયું નહીં. ઊલટું તે ભાઈ ફરી પરણ્યા ત્યારે તેમને શુભેચ્છા પણ કમને આપવી પડી.
તે સાંભળી મેં (દેવજીભાઈ) કહ્યું: “તે તમે વિરોધ ન કર્યો ?”
હું એકલો કરું તે શું થાય? સમાજ ઉપર મૂડીવાદીઓનું વર્ચસ્વ છે. આજે વેશ મૂકીએ તે ન ઘરના રહીએ કે ન ઘાટનાં !”
એટલે કેટલાક સાધુઓ તે ન છૂટકે આવું ચલાવે છે. જે તેમને પીઠબળ, પ્રેરણા અને કંફ મળે તે જરૂર ક્રાંતિનો માર્ગ અપનાવે.” ભગવાન મહાવીર જાતે ગયા હતા?
શ્રી. બળવંતભાઈ: “સવારે નેમિ મુનિએ કહ્યું તેમાં એક સવાલ એ ઊભો થાય છે કે ભગવાન મહાવીર આ કામ માટે જાતે જ ગયેલા કે સહેજ ભાવે ! એ સાથે એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે સુદર્શન અથવા રાજગૃહોની કોઈપણ પ્રજાએ અહિંસક સામને તે અગાઉ નર્યો, તે બધા ક્યાં હતા ?”
શ્રી. માટલિયા: “ભગવાન મહાવીર તે તીર્થ કર હતા. તીર્થર્થકર હેય ત્યાં તોફાન હોય જ નહી. હોય તે પણ અતિશયથી શાંત થઈ જાય ! તે આ વાતને મેળ કઈ રીતે બેસે ?”
તે અંગે શિબિર સભ્યો વચ્ચે ચર્ચા ચાલી. ૫. નેમિમુનિએ કહ્યું: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com