________________
જગી હતી. જેમાં સામ્યવાદીઓમાં જાગે છે તેમ ! રાજયે તે ઘોષણું કરાવી કે કઈ ત્યાં ન જાય! એ પણ જ્યારે ન્યાય-નીતિ ઉપર ન હોય ત્યારે શું કરી શકે ! તેનામાં હિંમત હોય તે લશ્કર મોકલીને તાબે કરવું જોઈએ. પણ રાજ્યની એક મર્યાદા હતી. એટલે તેમ ન કરી શક્યું. જ્યારે આવા અનિષ્ટોની હદ થઈ જાય છે, ત્યારે કોઈને કોઈ નિમિત્ત એને દૂર કરવા પ્રગટે છે.
આવા સમયે ભગવાન મહાવીર પધાર્યા! આજ સાધુજીવનની ઉપયોગિતાનું જવલંત ઉદાહરણ છે. તેઓ જાણતા હતા કે અર્જુન માળી હિંસક બનીને ફરે છે તે છતાં તેઓ પિતાના શિષ્યો સહિત પધાર્યા. આજકાલના સાધુઓ તોકાન વખતે નાસી છૂટે છે. દલાઈલામા હિંદમાં આવી ગયા; એમ તેમણે નાસી જવું પસંદ ન કર્યું. તેમને પિતાની અહિંસામાં પાકો વિશ્વાસ હતો અને તેને અર્થ કેવળ હિંસા ન કરવી એટલો જ ન કરતા પણ અહિંસક બની હિંસાને રોકવી એમ કરતા ! ઉંદર બિલાડીને જોઈને એમ કહે કે હું તે અહિંસક છું માટે વાર કરતા નથી તે કોઈ તેને અહિંસક ન માને. એવી જ રીતે જ્યાં હિંસા ફાટી હેય ત્યાંથી ભાગી નીકળે તો તે અહિંસક ન ગણાય. કાયર ગણાય. ભગવાન મહાવીર તે પ્રખર અહિંસક હતા. તેમને પંજાબમાં હિંદુ-મુસ્લીમ રમખાણો થયા ત્યારે સાધુ-સંતો જેમ ત્યાંથી નાસી છુટયાં તેમ ન હતું. તેઓ તે રાજગૃહી બહાર ગુણ-શીલ ચિત્યમાં ટકી રહ્યા.
ભગવાન મહાવીર આવ્યા છે તે જાણીને બધા રાજી થયા પણ તેમના દર્શને જવા માટેના રસ્તાની વચ્ચે અર્જુન હતો. એટલે કોઈની હિંમત ન ચાલી. રાજ્ય પણ સંરક્ષણ આપવા તૈયાર ન થયું. આવા સમયે શ્રમણે પાસક સુદર્શન તૈયાર થયા. તેમને થયું કે મારે લોકોને અહિંસાની સાચી શક્તિ બતાવી દેવી અને કદાચ તે નિમિત્તે જાત હેમવી પડે તો તે માટે પણ તૈયાર રહેવું. લોકો આવી રીતે હિંસાની આગળ પાંગળા થાય તે કામ કેમ ચાલે? મા-બાપે ના પાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com