________________
અર્જુન માળી અને ભગવાન મહાવીર
સક્રિય સાધુસમાજના પ્રતીક રૂપે આપણે ભગવાન મહાવીરને એક દાખલો લઈએ, આ પ્રસંગે તેમના જીવનમાં જ બનેલો છે.
રાજગૃહી નગરીમાં અર્જુન માળી રહેતું હતું. તેને બંધુમતી નામની ભાર્યા હતી. તે બહુ રૂપાળી હતી. તે જ નગરીના ૬ લલિત ગોષ્ઠી પુરુષ અર્જુન માળીની સાથે તેની પત્નીને જોઈ આસક્ત થઈ ગયા અને જ્યારે યક્ષની પૂજા કરવા ઘૂંટણિયે પડીને નમવા લાગ્યો ત્યારે તેને પકડી લીધો. અને તે યક્ષની સામે જ તેને બાંધી તેની પત્ની બંધુમતી સાથે દુરાચાર આદર્યો. પરિણામે અજુન માળીને ખૂબ જ આવેશ આવ્યો અને એ આવેશમાં તેના બંધન તૂટી ગયાં અને તેણે પાસે પડેલ મુદગરને ઉપાડીને પેલા છ પુરુષ અને પિતાની પત્નીને મારી નાખ્યાં. એને આવેશ આટલાથી શમ્યો નહીં. ત્યાર બાદ તે રોજ ૬ પુરુષ અને ૧ સ્ત્રીને મારવા લાગ્યો. લોકોમાં ગભરાટ ફેલા. ઘણું લોકોએ પેલા ૬ લલિતગેડી પુરુષોને ભાંડ્યા. આ લલિતગોષ્ઠી એટલે આજના જમાનાના ગૂડાઓની ટોળી. જેમ આજે રાજ્યમાં ઘણું કાર્યોમાં મૂંડાઓને સાથ લેવાયા પછી તેમને છૂટો દોર મળે છે. એમ તે વખતે પણ એ છ પુરુષોને છૂટ હતી. રાજ્ય ઉપર જ્યારે લોકસંસ્થા અને લોક–સેવકોને અંકુશ ન હોય ત્યારે એવા દાંડ તને છુટો દોર મળી જાય છે. બન્યું પણ એમ જ લોકોએ એમને ભાંડ્યા અને રાજાને પણ માંડ્યા. પણ શું કરે ? લોકોની એટલી નૈતિક શક્તિ જાગૃત ન હતી કે તેઓ રાજા વિરૂદ્ધ કંઈ કહી શકે ?
- પણ, હવે અર્જુનને ત્રાસ વધ્યો...! તેના આવેશ સાથે યક્ષની શકિત પણ એનામાં પ્રવેશી ગઈ હતી. તેને સમાજ, પ્રજા, સમાજસેવકો અને રાજા બધા ઉપર, અરે ખુદ યક્ષ ઉપર પણ ચીઢ હતી કે
આ બધા હોવા છતાં શું કામનાં ? મારી પત્ની પણ શું કામની કે જે શીલ ભંગ થતાં કચડી ન મરીએટલે તેનામાં ભયંકર પ્રતિહિંસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com