________________
ખાસ કરીને કેવળ ઉપદેશ આપવામાં જ બધું પરકલ્યાણ સમજનાર જૈન સાધુસંસ્થા માટે તો ઉપરની વાતો વિચારવા લાયક છે અને એથી વધારે વિચારવા લાયક વાત તે ૭૦ લાખ જેટલા હિંદુ સાધુઓની છે; જેમણે કશા પણ આદર્શ વગર સાધુતાનું વસ્ત્ર ઓઢી લીધું છે. એટલું જ નહીં સાધુતાને ન શોભે તેવાં કાર્યો; વ્યસને-ભાંગ-ગાંજો ચલમ ફૂંકવી વિ. નું સેવન; ભકતોને ભરમાવવા છક્કા પંજ બતાવવા, એકના બે કરી આપવાની ખોટી વાતેલોઢાનું સેનું કરી આપવાની બનાવટી રીતે વગેરે તેઓ કરે છે. આવા સાધુઓની અસર પણ જૈન સાધુ સંસ્થા ઉપર એક યા બીજી રીતે પડયા વગર રહેવાની નથી. જ્ઞાન અને અનુભવ મેળવ્યા બાદ કેવળ ઉપદેશમાં તેમનાં કર્તવ્યની ઈતિશ્રી થઈ જતી નથી. તેમણે સમાજને સક્રિય રીતે સત્ય, અહિંસા અને ન્યાયના રસ્તે વાળવાને છે. તેમની ઉપદેશ આપી દેવામાં કર્તવ્ય ખંખેરી નાખવાની ભાવનાનું પરિણામ એ આવ્યું છે કે આજે જૈન સમાજ ધીમે ધીમે પરિગ્રહી થઈ રહ્યા છે અને એ પરિગ્રહ મેળવવા માટે હિંસક-વેપાર તરફ પણ તે ઘસડાઈ રહ્યો છે. સમાજમાં પરિગ્રહ વધતાં આપોઆપ સંયમ–મર્યાદા ઘટે, નીતિ-ન્યાય ઊચે મૂકાય તેવુ થઈ રહ્યું છે. એટલે આજની વધુ વ્યવસ્થિત અને તપ-ત્યાગવાળી જૈન સાધુસંસ્થા માટે અગાઉ ન હતો એ મોટો ભય ઊભો થયો છે. ચીનને મૂડીવાદ ફુલ્યો ત્યાંની બૌદ્ધ સાધુ સંસ્થા નેતિક ચોકી ન રાખી શકી, પરિણામે ત્યાં સામ્યવાદ આવ્યો. રશિયામાં રાજાશાહી અને જમીનદારશાહી ફૂલી ફાલી ! ખ્રિસ્તી સાધુ સંસ્થા નૈતિક માર્ગદર્શન ન આપી શકી; પરિણામે ખ્રિસ્તી સાધુ સંસ્થાનું ત્યાં નામોનિશાન ન રહયું અને સામ્યવાદ આવી ગયે. આ ઉપરથી જૈન સાધુ સંસ્થા અને હિંદુ સાધુઓએ ધડ લેવા જેવું છે કે કેવળ વેશ પહેરી લેવાથી; ઉપદેશ આપવાથી બધું થઈ જતું નથી, પણ એમના ઉપદેશ પ્રમાણે લોકસમાજ ઘડાય છે કે નહીં તે માટે એમણે રચનાત્મક કાર્યક્રમો આપવા જ પડશે અને લોકધડતરની ઉપેક્ષા નહી કરી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com