________________
મિશનરીઓ ઊભી થઈ અને આખા જગતના અજ્ઞાત પ્રદેશોમાં ફરી વળી. ઠેર ઠેર સ્કૂલો ઊભી થઈ દવાખાનાઓ શરૂ થયા અને બન્ને માટે ખ્રિસ્તી સાધુ-સાધ્વીઓએ સક્રિય કાર્ય શરૂ કર્યું. ઉપદેશ સિવાય આ ત્રણે ક્ષેત્રોમાં ખ્રિસ્તી સાધુ સંસ્થાએ જે જબરજસ્ત કામ કર્યું છે તેના કારણે આજે દુનિયાના અર્ધાથી વધારે ભાગના લોકો ઉપર તેનું વર્ચસ્વ છે.
એને જોઈને ભારતમાં પણ લહેર દડી અને રામકૃષ્ણ મીશનની સ્કૂલો અને દવાખાનાઓ શરૂ થયાં; આર્યસમાજના ગુરૂકુળ અને વ્યાયામ વર્ગો શરૂ થયા. જો કે એ પ્રવૃત્તિ ભારતના વિશાળ હિંદુ સમાજના પ્રમાણમાં ઓછી છે. પણ આજે ભારતને હિંદુ સાધુ-સમાજ વધારે લોકોને માન્ય નથી એની પાછળનું એક મહત્વનું કારણ તે તેની એકાકી નિષ્ક્રિય પ્રવૃત્તિ છે.
બૌદ્ધ સાધુ સંસ્થા પણ આપણી સામે એક તાજો દાખલ છે. એ સાધુ સંસ્થા વ્યવસ્થિત છે અને તેનો પ્રચાર લંકા, બર્મા, ઇન્ડોચાયના, મલાયા, જાપાન વગેરેમાં જોરશોરથી છે. તે છતાં તે નિષ્ક્રિય કે એકાંત આત્મકલ્યાણની વાતો તરફ વળે અને લોકજીવનના ઘડતર તરફ ધ્યાન ન આપે તે છેવટે લોકોમાં પ્રવેશતા દાંડત, અન્યાયી તો જોર કરે! અને જ્યારે એ તોથી બચવા સાધુ-સંસ્થા કોઈ માર્ગદર્શન ન આપી શકે; લોકશક્તિ ન કેળવી શકે તો ચીનમાં થયું તેમ થવાનો પૂરેપૂરે અંદેશ છે. ૪૫ કરોડની જનતા સામ્યવાદી થઈ ગઈ કારણ કે ત્યાંની સાધુ સંસ્થા ગાફિલ રહી; એટલું જ નહીં તિબેટમાંથી બૌદ્ધધર્મના વડા દલાઈ લામાને હિંદમાં આવવું પડયું અને પંચમલામાને સામ્યવાદીઓના હાથા બનવું પડયું. લામાઓની જે રીતે કત્વ થઈ તેમના ઉપર જે અત્યાચાર થયા તે નિષ્ક્રિય સાધુ સંસ્થાઓ માટે એક મોટો બોધપાઠ છે: સામ્યવાદને ભય પણ તેમને પ્રેરક બને એ
જેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com