________________
૧૮
સાધુ જીવનની છત્રછાયામાં આપણે મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ વગેરેને સર્જાતા જોઈ શકીએ છીએ. ઈગ્લાંડ જતાં પહેલાં ગાંધીજીને પ્રતિજ્ઞા આપનાર જૈન સાધુ હતા અને સ્વામી વિવેકાનંદમાં અધ્યાત્મની જ્યોત જગાડનાર સ્વામી રામકૃષ્ણ પરમહ સ હતા.
સામાન્ય રીતે સાધુ-જીવનના પરકલ્યાણને મુખ્ય ભાગ ઉપદેશ આપવામાં જાય છે. પણ એની સાથે સમય આવે તેમણે પ્રાણ-પ્રતિષ્ઠાન - ભેગે સમાજના કલ્યાણ માટે પિતાનું બલિદાન સુદ્ધાં આપીને પણ...
સમાજની અનિષ્ટોને રોકવાના હોય છે. તે અંગે જબરજસ્ત અહિંસક ક્રાંતિની પ્રક્રિયા કરીને સમાજને આંચકો આપવાનો હોય છે. ભગવાન મહાવરે સાડાબાર વર્ષ સુધી ઘેર તપ કર્યું; ઉપસર્ગો સહ્યાં; ભગવાન બુદ્દે સાડા છ વર્ષ સુધી ઉગ્ર તપ કરી કાયા કૃશ કરી ! ઈશુ મસીહ જાતે કેસ ઉપર ચઢીને પોતાનું બલિદાન આપ્યું! દયાનંદ સરસ્વતીએ હસતા હસતા કાતિલ ઝેરને પી લીધું. આ બધાં પાછળ જાતે તપ-ત્યાગ અને પરિષહ વેઠીને એક આદર્શ ઊભો કરવાનું પ્રબળ કાર્ય રહેલું હોય છે એટલે ઉપદેશ સાથે સાથે સમાજને પરિવર્તન કરવાનું જબરજસ્ત કાર્ય સાધુસંસ્થાને કરવાનું છે. અને તેમાં જ એની ઉપયોગિતા રહેલી છે. પ્રાચીન કાળમાં સાધુ મુનિઓ નગર કે ગામની બહાર બગીચા કે વનખંડમાં રહી દિવ્ય તપ-સાધના કરી જ્ઞાન મેળવતા અને ત્યાં રહ્યા રહ્યા તેઓ સમાજની નૈતિક ચેકી કરતા, સમાજની ગતિવિધિથી માહિતગાર રહેતા અને અનિષ્ટોને દૂર કરવા માટે પિતાની તપ : સાધના, ઉપદેશ અને નીતિધર્મની પ્રેરણાનો ઉપયોગ કરતા. અને પિતાની જ્ઞાન ગંગાને લોક-જીવનના કલ્યાણ માટે વહેવડાવતા. ધીમે-ધીમે સાધુઓનું સ્થાન નગરજીવન-લોકજીવનની વચ્ચે થવા લાગ્યું. અને તે મુજબ તેઓ વધારે લકસ પાક માટે પુરુષાર્થ કરવા લાગ્યા. આજે પણ લોકજીવનના ઘડતર તેમજ ઉત્કર્ષ માટે સાધુ સંસ્થાની એટલી જ ઉપયોગિતા છે? શું કેવળ ઉપદેશ બસ થશે?
આજે મોટાભાગે ભારતના સાધુ-સમાજની એવી ધારણું છે કે ઉપદેશ આપવા બસ થશે. પણ જો તેમને પિતાની ઉપયોગિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com