________________
સાધુ સંસ્થાની ઉપયોગિતા [૨] [મુનિશ્રી નેમિચંદ્રજી
૨૮-૭-૬૧]
આ અગાઉ ભારત તેમજ અન્ય ક્ષેત્રે સાધુ સંસ્થાની અનિવાર્યતા અંગે વિચાર થઈ ચૂક્યો છે. એનાજ સંદર્ભમાં આજે તેની ઉપયોગિતા ઉપર વિચાર કરશું અને તેના ટકી રહેવા અંગેને ઈતિહાસ પણ જોઈ જશું. આત્મકલ્યાણની ઉપયોગિતા:
સાધુ સંસ્થા, પિતાના કલ્યાણ સાથે બીજાના કલ્યાણ માટે પણ છે. વર્ષોથી મનુષ્યની વિચારધારા પ્રમાણે જીવનની ઉન્નત દશા તરીકે કશા પણ બંધન વગરનું સાધુજીવન એક આદર્શ તરીકે મનાતું આવ્યું છે. આ રીતે જીવનના આદર્શોને પહોંચી વળવા માટે સાધુજીવન માર્ગખંભરૂપે છે. એમ સાધુ સંસ્થાની ઉપયોગિતાને સ્વીકાર થઈ ચૂક્યો છે. તે સિવાય સાધુ જીવનના પરમ આદર્શ રૂપે મેક્ષ-નિર્વાણને પણ સ્વીકારાયું છે. અને તેને જે રસ્તો બતાવનાર હોય તે તે સાધુ સંસ્થા છે એ રીતે પણ તેની ઉપયોગિતાને સ્વીકાર થયું છે. આ રીતે સાધુસંસ્થાના આત્મકલ્યાણની બાજુ પણ લોકજીવનને ઉપયોગી છે. જીવન ઘડતર માટે એ સ્પષ્ટ થઈ જાય છે. પરકલ્યાણ અંગે વિવિધ પ્રવૃત્તિઓ :
જ્યારે આત્મકલ્યાણની સાધના કરવાની સાથે સુવિહિત સાધુ પિતાના જ્ઞાન અને અનુભવના નીચેડ રૂપે પરિકલ્યાણું શરૂ કરે છે. તે બીજાનાં હિત માટે પોતાનાથી બનતે બધો પ્રયાસ કરે છે અને આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com