________________
સામ્યવાદ અને સાધુસંસ્થા :
આજને સામ્યવાદ, સાધુસંસ્થા માટે મોટી ચેતવણી છે. તે સાધુસંસ્થાને રાજનૈતિક કે પ્રતિષ્ઠીત હિતવાદીઓના હાથા ન બનીને; લોકજીવનને અહિંસક, નૈતિક અને આધ્યાત્મિક કરવા માટે બધુયે કરી છૂટવા આવાહન કરે છે. ત્યારે જ સાધુ સંસ્થાની ઉપયોગિતાને ફરી સ્વીકાર થશે. સમાજમાં દાંડત ફાલતા કૂલતાં જાય. અનિટે જોર કરતાં જાય, તે તેનું કુફળ દરેકને ભોગવવું પડે તેમાં સાધુ પણ બાકાત રહેવાના નથી. એટલે જ આવા વખતે સુવિહિત સાધુઓએ કતે અનશન કરીને ખતમ થઈ જવું જોઈએ; તેમણે આખા સમાજની નૈતિક અને સાંસ્કૃતિક ચેકી મજબુત કરી તેના માટે તપ-ત્યાગ-બલિદાન આપી માર્ગદર્શન આપવું જોઈએ.
આવું માર્ગદર્શન સાધુ સંસ્થાએ ભારતમાં છેલ્લા અઢી હજાર વર્ષોથી આપ્યું છે. જરૂર પડી ત્યારે તપ-ત્યાગ-બલિદાન વડે તેમણે નો આદર્શ પણ સ્થાપે છે. ભારતના ઇતિહાસમાં જેમ યુદ્ધો રહ્યાં છે તેમ અહીં સાધુસંસ્થાએ લોકજીવનને સાંત્વન-સમાધાન તેમજ માર્ગદર્શન આપી અને માનવ માનવ વચ્ચેની એકતાને ટકાવી રાખી છે. બુદ્ધ અને મહાવીરથી લઇને મહાત્મા ગાંધી સુધી સતની એક અખંડ કડી છે. એણે જે મહત્વનું કાર્ય કર્યું છે, તે લોકજીવનને સંસ્કૃતિમાં બનાવી રાખવાનું, એટલે જ ભારતમાં વિભિન્ન ધર્મના અને જાતિના તેમજ પરદેશીઓ એક સાથે રહી શક્યા. સાધુસંસ્થાની પવિત્ર જવાબદારી
કેવળ આત્મકલ્યાણ એ જેમ સાધુસંસ્થાને કેવળ એક અપૂર્ણ અંશ લાગે છે અને પરકલ્યાણ વગર તે પૂર્ણ બનતી નથી તેમ કેવળ ઉપદેશથી પરકલ્યાણ પાંગળું લાગે છે. તેમાં પોતાની મર્યાદામાં રહી સમાજના નૈતિક ઘડતરની પ્રવૃત્તિ આવે તે જ તે જીવતું અને સંપૂર્ણ લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com