________________
રાખવી એ વધારે પડતું થશે. મારું એવું નમ્ર સૂચન છે કે કોઈ એવો વચલો માર્ગ કાઢો અને વેશ, આચાર વગેરે એક સરખા રાખવા જેથી એક વ્યાસપીઠ ઉપર આખે સન્યાસી વર્ગ ભેગા થાય. બાદ્ધ ધર્મ મધ્યમમાર્ગીય છે. એવો કોઈ માર્ગ કઢાય તે તેનું જરૂર આકર્ષણ થશે. આજની સાધુ સંસ્થામાં કર્મયોગ દાખલ કરવાની તો જરૂર છે જ. સમજદાર સાધુઓ અને સાધકો એમાં સમ્મત થશે.
શ્રી. માટલિયા: “મારા નમ્ર મતે જે જ્યાં છે તે ત્યાં રહે અને ક્રિયાઓ પાળે તે જ સર્વાગીક્રાંતિ થશે. નહીં તે એક ન વાડે થઈ જવાને, રાજ્યની દષ્ટિએ જેમ સહ-અસ્તિત્વરૂપી પંચ-શીલ થાય, લોક કક્ષાએ અહિંસા, સત્ય વ. વૃતરૂપી પાંચદ્રત થાય, તેમ સાધુ કક્ષા એ પાંચ, સાત કે ત્રણ જે રાખે તે આચાર નક્કી થવા ઘટે એમ મને લાગે છે. (૧) પરિગ્રહ-પછી તે સંસ્થારૂપ હોય તે પણ તજવો. (૨) પરિવારને તજો, અને આસકિત પણ તજવી. જેમાં જેમ પંથક મુનિને પોતાના ગુરૂપ્રત્યે અને ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન પર આસક્તિ (પ્રશંસી રાગ) રહી તેને પણ અંતે તો ત્યાગ કરવો જ રહ્યો. (૩) પુરોહિત પણે તજવું એટલે કે સાધુઓનું વ્યકિતગત રીતે સત્તા ઉપર રાજ્ય ન ચાલવું જોઈએ જો કે તેમને નૈતિકપ્રભાવ અને માર્ગ દર્શન રહેવાં જોઈએ. '
આ ત્રણ બાબતે મુખ્ય પણે હોય પછી વસ્ત્રો અંગે પણ ખાસ વિરોધ નહીં રહે. સંતબાલજી મુહપત્તી રાખે એ અંગે હું અગાઉ વિરોધમાં હતો પણ, રાજકોટના સેલ્સટેક્ષના આદેલન વખતે ઊંડા ઊતરે છ વ. વિરોધ જોયા. ત્યારથી આપ આપ મારે વિરોધ શમી ગયો. વેશનું મહત્વ નથી. સાધુતાના લક્ષણો મુખ્ય છે. ગાંધીયુગના સાધુઓ વિનેબા, શ્રી. રવિશંકર મહારાજ, શ્રી. કેદારનાથજી, સ્વામી આનંદના કાણા વસ્ત્ર કયાં છે કે સાધુતાની સીમાએ પહેચ્યા બાદ કપડાં ગાણ બની જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com