________________
પ્રેરણા આપી હતી. પોતે પાછળથી નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા હતા અને મહાત્મા કહેવાયા. આમ લોકોએ તેમને મહાત્મા માનીને પણ સાધુ સંસ્થાની અનિવાર્યતા સ્વીકારી હતી. * આજે પણ લોકે સાચા સાધુને પૂજે છે. અને ભારતની પ્રજાને બહોળે ભાગ સાધુ સંસ્થાની અનિવાર્યતાને સ્વીકારે છે. પણ ભારતના ૭૦ લાખ સાધુઓમાં મોટા ભાગના સાધુઓ બોજારૂપ કે બિનજવાબદાર બને તેમજ સાધુસંસ્થાના ઉચ્ચ આદર્શથી નીચે પડેલા હોય તો તેનાથી લોકોની શ્રદ્ધા ડહોળાય છે, એટલે જ આ સાધુ-સાધ્વી શિબિરમાં સાધુસંસ્થાની અનિવાર્યતા ઉપયોગિતા, પોતાના જીવનથી સિદ્ધ કરવાથી જ સિદ્ધ થઈ શકશે એમ આપણું વિનમ્ર માનવું છે. તે માટે સહચિંતન કરવાનું છે.
હવે એ અંગે જુદા જુદા પાસાંઓ લઈને છણાવટ કરીશું.
ચર્ચા વિચારણું ત્યાગી સાધુ-સન્યાસીનું મહત્વ:
પૂ. ગોપાલ સ્વામીએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ ગાંધીજી આ યુગના સર્વાગીક્રાંતિકાર બની ગયા. એટલે ગૃહસ્થધર્મી આ યુગના વાનપ્રસ્થાશ્રમી પણ સર્વાગી ક્રાંતિ કરી શકે છે, એમ સ્વીકારવું જોઈએ. મેં એક જૈન ગ્રંથમાં (ભોગીલાલ સાંડેસરા સંપાદિત) વાંચેલું કે જનક વિદેહી આમ તો ગૃહસ્થ હતા પણ પાછલી ઉમ્મરમાં ત્યાગી સાધુ થયા હતા. એમ જોતાં ત્યાગી-સન્યાસી સાધુ જ સર્વાગીક્રાંતિ કરી શકે છે, તેમ માનવું પડે છે.
એ પણ કબુલ કરવું પડશે કે જેનધર્મની સાધુ સંસ્થા બહુ તપ ત્યાગવાળી છે. જ્યારે વૈદિક સન્યાસીઓમાં ઘણું ઢીલાપણું આવી ગયું છે. પણ તેમની પાસેથી એકદમ એ શ્રેણિએ પહોંચવાની વાતની અપેક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com