________________
એટલે કે જે પિતાની તેમજ બીજાની સેવા કરે છે તે સ્થવિરકલ્પી - સાધુ છે.
એવી જ રીતે દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે – पवयए अज्जपए महामुनी धम्मेढिओ ढावयइ परंपि ! निक्खम वज्जिज्ज कुसीललिंगं न आदि हासं कुहएजेस मिक्रव् ।
એની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે કે –“પ્રવેત, તિ, आर्यपद शुद्ध-धर्मपदं, परोचकारावः, महामुनिः शीलवान, ज्ञाता ‘एवंभूत एव वस्तुतो नान्यः । विमित्येतदेवमित्याह-धर्मेस्थितः चापयेद् परमपि श्रोतारमपि तत्रादेयभाव-प्रवृत्तेः'
–એટલે કે પરોપકાર માટે શીલવાન, જ્ઞાતા (સમાજની ગતિવિધિ જાણકાર) મહામુનિ, શુદ્ધ ધર્મમાં પોતે સ્થિર રહી, બીજાને શુદ્ધધર્મમાં સ્થિર કરવા માટે સમાજમાં ધર્મ સ્થાપિત કરવા માટેપ્રવચન કરે, પ્રેરણ કરે તેમ જ કહે.” આમ સાધુઓ માટે આત્મકલ્યાણની સાથે પરકલ્યાણ તે સંકળાયેલો જ છે. જગતના પ્રશ્નાથી નિર્લેપ રહી કલ્યાણ સાધી શકાય?
સાધુઓ ભલે આત્મકલ્યાણ સાધે પણ તેમણે પોતાના જ્ઞાન દર્શન અને ચારિત્રયને લાભ જગતને આપવું જ પડશે. તે માટે તેમણે લોકોની સ્થિતિ અને સપાટી તપાસવી પડશે. તે “મને એનાથી શું?” એમ કહી અલગ ન થઈ શકે.
આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે – " मन्यते यो जगत सर्वस मुनिः परिकीर्तितः”
–જગતના પ્રશ્નો, ત, ગતિવિધિઓનું મનન-ચિંતન અભ્યાસ કરે તે મુનિ છે. જે મુનિ સમાજની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ અનુબંધ રાખ્યા વગર માત્ર પોતાનું જ કરવા જાય છે તેવા આત્માથને અર્થ
બા થાય છે. ગીતામાં કહ્યું છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com