________________
કલ્યાણ કરી જ શકત. પછી શ્રમણુસંધ રચવાને અને જગતુ જીવનનાં કલ્યાણ માટે ઉપદેશ આપવાને પુરુષાર્થ શા માટે કર્યો? તેમને તે કેવળજ્ઞાન થઈ ગયેલું તે છતાં ૩૦ વર્ષ સુધી તેમણે વિવિધ જનપદે પ્રદેશમાં વિહાર કર્યો, ઉપદેશ આપ્યો અને લોકોને પ્રેરણું આપી, નૈતિક માર્ગદર્શન આપ્યું. આના ઉપરથી સહેજે માની શકાય છે કે તીર્થંકરોને પણ સ્વ-પર કલ્યાણની સાધના કરવી પડે છે. તે વગર સમાજનું વ્યવસ્થિત નૈતિક ઘડતર થતું નથી.
નમસ્કાર મંત્રમાં એટલા માટે જ સિધ્ધ કરતાં અરિહંતોને પહેલા નમસ્કાર કરવામાં આવ્યા છે. ગોવિંદ પહેલાં ગુરુને નમવાની વાત વૈષ્ણવોમાં પ્રસિદ્ધ છે. એનું રહસ્ય એ જ છે કે સિદ્ધ કે ભગવાન તે મુક્ત અને અરૂપી છે. પણ અરિહંત અને ગુરુ જગત ઉપર તેમના જેવું પદ પામવા માટે લોકોને નૈતિક માર્ગદર્શન આપે છે. તે પર કલ્યાણ જ છે. આમ સ્વ સાથે પરકલ્યાણની ભાવના વગર સાધુજીવન સંપૂર્ણ બનતું નથી. જૈનસત્રોમાં એના અનેક પ્રમાણે મળે છે.
સ્થાનાંગ સૂત્રમાં બતાવ્યું છે – “વત્તરિ પુરિનામા , एगे आयवेयावच्चकरे, नो परवेयावन्च करे एगे परवेयावच्च करे, नो आयवेयावच्च करे एगे आयवेयावच्च फरेवि, परबेयावच्च' करेवि एगे णो आयवेयावच्चकरे, णो परवेयावच्चकरे"
આમાં ચાર પ્રકારના પુરુષ બતાવેલા છે. વૈયાવત્ય – સેવા કરવાની દષ્ટિએ તેના ભેદ આ પ્રમાણે છે:–(૧) પિતાની સેવા કરે પણ બીજાની ન કરે; (૨) બીજાની સેવા કરે પણ પિતાની સેવા ન કરે; (૩) પિતાની સેવા કરે અને બીજાની સેવા પણ કરે અને (૪) પિતાની પણ સેવા ન કરે તેમજ બીજની સેવા પણ ન કરે.
મા જ ટીકાકર કહે છે કે “ક વિચિત્ર વિહિન ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com