________________
સમાજ લિસ ત્યાગી સેવકો, નીત' ને બીજી તરફ
ત્યાગી વગની અનિવાર્ય જરૂર રહે છે. આ ત્યાગી વર્ગજ કોઈ પણ જાતના બદલાની આશા રાખ્યા વગર પિતાની આધ્યાત્મિક શક્તિ લગાડી વફાદારીપૂર્વક નિરવધ કાર્ય કરી શકે.
આજ સાધુ સંસ્થાની ઉત્પત્તિ પાછળનું મૂળ પ્રયોજન છે. આમ કરવામાં સાધુ સંસ્થા તેમજ સમાજ બન્નેનું હિત રહેલું છે. તેથી એક તરફ સાધુતા મૂર્તિમંત થાય છે. જે જીવન વિકાસનું પ્રતીક છે, અને સ્વી તેમજ પર કલ્યાણ સધાય છે, તેવી જ રીતે બીજી તરફ સમાજ, રાષ્ટ્ર કે વિશ્વને, સાચા ત્યાગી સેવકે, નીતિ ધર્મ પ્રેરક, સમાજ સુધારકો કે સમાજ નિર્માતા વિશ્વકુટુંબીઓ મળી જાય છે. એમની દોરવણી હેઠળ સમાજ પિતાની નીતિ-ધર્મની આરાધના નિરાબાધ રીતે કરે છે તેમજ સમાજની સુવ્યવસ્થા સારી પેઠે જાળવી શકે છે. એમ થતાં વધારેમાં વધારે સુખ શાંતિનું ઉપાર્જન થઈ શકે છે.
જ્યારે તેઓ આટલું મહત્વનું કાર્ય બજાવે છે. સમાજના વિકાસ માટે જીવનને અર્પી દે છે ત્યારે સમાજ પણ એમને ઉચ્ચ અને અનન્ય સ્થાન આપે છે. તેમને નિરાકુળતા, શાંતિ અને આત્મગૌરવ મળી શકે છે; સાથે તેમના બેય વિશ્વવવાત્સલ્યનું-પ્રાણીમાત્રના રક્ષણની જવાબદારીનુંપરિપાલન થઈ જાય છે. આમ સ્વ તેમજ પર બને કલ્યાણ સાધના ને કરે છે. સાધુને ખરે અર્થ પણ સ્વાર કલ્યાણની સાધના કરનાર છે. સાધુ સંસ્થાને સમસ્ત સમષ્ટિ સાથે અનુબંધ
આવી સ્વ–પર કલ્યાણ કરનારી સાધુ સંસ્થાને અનુબંધ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રથી માંડીને આખો સમષ્ટિ સાથે હોવો જોઈએ અને એ આખી જીવસૃષ્ટિ સાથે અનુબંધ ગૃહસ્થ ન રાખી શકે તો ગૃહસ્થાના કાર્યોમાં તેને એટલો સમય ન મળે; તે એટલો નચિંત ન બની શકે કે નિસ્પૃહ પણ ન થઈ શકે.
એટલા જ માટે સાધુઓ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને સાધુતા સ્વીકારે છે. ભગવાન અષભદેવે સમગ્ર વિશ્વ સાથે અનુબંધ જોડવા માટે ગૃહસ્થાશ્રમ પછી સન્યાસાશ્રમ સ્વીકાર્યો; તેનું કારણ એક જ કે સમગ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com