________________
સમાજના કલ્યાણ માટે તે તેમને પિતાના ત્યાગી સન્યાસી શિષ્ય શુકદેવને સમાજના ચરણે ધરવા પડયા હતા. તેઓ ધારત તો શુકદેવજીને ગૃહસ્થાશ્રમમાં દેરી શકત; પણ, એમ કરવા જાત તો શુકદેવજી દ્વારા સમગ્ર સમાજનાં કલ્યાણ અને માર્ગદર્શનનું જે કામ લઈ શક્યા તે ન લઈ શક્ત. એટલે જ જૈન શાસ્ત્રોમાં ઉત્કૃષ્ટ સાધુઓ માટે કહેવામાં આવ્યું છે :
तिन्नाणं तरियाणं, बुद्धानं बोहयाणं, भुत्ताणं मोयगाणं
જાતે તરનાર અને બીજાને તારનાર, પિતે બોધ પ્રાપ્ત કરનાર અને બીજાને બોધ પમાડનાર, પોતે મુક્ત થનાર અને બીજાને મુક્ત કરાવનાર.
જે સાધુઓ જાતેજ તરત મુક્ત થાત કે બેધ પામીને રહી જાત; અને બીજાઓ માટે કાંઈ પુરૂષાર્થ ન કરત તે એ વસ્તુ ગૃહસ્થાશ્રમમાં પણ થઈ શકત. તો પછી સાધુસંસ્થાની શી જરૂર રહેત? સાધુ સંસ્થાની ઉત્પત્તિ પાછળનું પ્રયોજન:
સાધુ સંસ્થાની ઉત્પત્તિ પાછળનું એક જ પ્રયોજન છે કે તે સંસ્થા પિતાનાં કલ્યાણ સાથે સમાજ અને સમષ્ટિનું કલ્યાણ પણ કરાવી શકે. ચિત્તશુદ્ધિ, સશુણવૃદ્ધિ અને સંસ્કૃતિ રક્ષા દ્વારા પણ વિશ્વકલ્યાણને સાધી શકે. આ જગત વિનિમય–આદાન-પ્રદાનના આધારે ટકે છે; જેને આપણે સહકાર તરીકે ઓળખીએ છીએ. એજ સહકારના કારણે તે ટકે તે છે પણ તેને વિકાસ સાધુતાના આધારે જ થાય છે. જગતની ગમે તે પ્રવૃત્તિ લ્યો.. સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજનૈતિક, ધાર્મિક, ગમે તે વ્યવસ્થા હેય..તેનું ટકી રહેવું પરસ્પરના સહયોગના આધારે છે ત્યારે તે વિકસે છે ત્યાગથી.
પણ, આ બધી વ્યવસ્થાઓમાં અનિ, સડે કે વિકારે પેસતા હોય છે ત્યારે માત્ર સહકારથી કામ ચાલતું નથી; તેમજ દુઃખ ઓછું થતું નથી. તે વખતે ત્યાગ, તપ અને બલિદાન વડે સમાજને ચેતવનાર, સમાજને સાધારનાર કે અનિલ્મો નિસ્પૃહભાવે નાબૂદ જનાર તેજસ્વી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com