________________
“વલ્પ માવતર શ્રેયઃ પરમવા ”
સાધુ સન્યાસીઓ, બ્રાહ્મણે અને જનતા પરસ્પર એકબીજાના હિતને વિચાર કરશે તે જ પરમ શ્રેય પામી શકશે. સાધુસંસ્થા શું મૃતપ્રાયઃ છે?
એક બાજુથી સાધુ સંસ્થાની અનિવાર્યતા અંગે ભાર મૂકાઇ રહ્યો છે ત્યારે ઘણું ઉદ્દામવાદીઓનું કહેવું એ છે કે તે મૃતપ્રાયઃ થઈ ગઈ છે. તેને ફરી સજીવ કરવી નકામી છે. તેમનું માનવું છે કે
સાધુસંસ્થા અંધવિશ્વાસ, જડતા, નિષ્ક્રિયતા અને અનેક વિકૃત્તિઓથી ભરાઈ ગઈ છે. એટલે તે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને માટે ઉપયોગી નથી. ખરેખર સાધુતાને પ્રભાવ હેત તે વિદેશીઓનું શાસન કેમ આવત? ગાંધીજીએ રાષ્ટ્રવ્યાપી અહિંસાને પ્રયોગ કર્યો ત્યારે તે કેમ પાછળ રહી ગઈ? સાધુસંસ્થાનું સાચું માર્ગદર્શન હેત તે ગાંધીજીને ગોળી શા માટે વાગત ? ૫. જવાહર ઉપર તેની આધ્યાત્મિક્તાની અસર કેમ પડતી નથી ?”
આવી વાતોથી સાધુસંસ્થા નાબુદ થાય કે લોકશ્રદ્ધા તેના ઉપરથી હટે એ વાત અસંભવ છે. કારણ કે, હજારો વર્ષોથી અહીં જે સંસ્કૃતિનું સીંચન થયું છે તે ઋષિમુનિઓના તપ-ત્યાગ અને ચિંતનથી, જે કંઈકે માનવજીવનનાં પરમતો મળ્યાં છે તે પણ સાધુઓના જ્ઞાનથી; અને આજે અહીં ગામડે ગામડે સાધુતા પૂજાય છે એટલું જ નહીં જીવનના પરમ ધ્યેયને પામવા માટે નિલેપ સાધુસંસ્થા આવશ્યક ગણવામાં આવી છે.
અલબત્ત સાધુસંસ્થામાં જે સડે પ્રવેશી ગયું છે તેને સાફ કરવું પડશે; તેને વ્યાપક અને સર્વાગી દષ્ટિવાળી સંસ્થા બનાવવી પડશે અને તેમનામાં તપત્યાગ બલિદાનની ભાવના વધારવી પડશે. ગાંધીજીએ વિધિવત સન્યાસ ગ્રહણ કર્યો ન હતો છતાં તેમણે પિતાના દરેક કાર્યમાં ધાર્મિકપૂટ આપ્યો હતો અને દરેક ક્ષેત્રે નૈતિક, ધાર્મિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com