________________
દર્શનશુદ્ધિનો પાયો “પરોપકાર’-૩
(વિશ્વહિતકરભાવ સાથે પોતાની સમગ્રતાના જોડાણરૂપ “પરોપકાર” વિષયક આ લેખમાં પરોપકારના પ્રાણસ્વરૂપ “ત્યાગ”નું પ્રેરક પ્રતિપાદન છે. સં.)
આધુનિક ભૌતિક વિજ્ઞાનના પ્રભાવથી અંજાયેલા ઘણા-ખરા બુદ્ધિશાળી માણસો પણ આવા તર્ક કરતા નજરે પડે છે કે આ સંસારના દુઃખોથી મુક્ત થવા માટે તપ, જપ, સંયમના અનુષ્ઠાનોના કઠીન પ્રયોગો આચરણમાં મૂકવા પહેલા અમે સમજવા માંગીએ છીએ કે આવા ચિત્ર-વિચિત્ર સ્વભાવવાળું વિશ્વ જન્મમરણાદિના ભયંકર દુઃખોથી ભરેલું બન્યું જ શા માટે ? આ પ્રશ્નના સમાધાન માટે ગંભીર ગવેષણા અને ઊંડું અનુસંધાન ક૨વામાં આવે તો સારી રીતે સમજી શકાશે કે વિશ્વવ્યવસ્થા ન તો દુઃખમય છે અને ન દુઃખ માટે છે, પરંતુ સુખના ઉત્તરોત્તર વિકાસ માટે જ છે. આપણને જે પ્રતિકૂળતા વિશ્વમાં દુઃખરૂપ અનુભવાય છે, તેનું મુખ્ય કારણ આપણી અજ્ઞાનતા, અનભિજ્ઞતા અને વિવેકશૂન્યતા છે. એટલે જ શાસ્ત્રકારો સમ્યગ્દર્શન ઉપર ભાર મૂકે છે અને સ્પષ્ટ રીતે ફરમાવે છે કે
गत समकित पूरवबद्ध आयुष, ते विनुं समकितवंतरे । विण वैमानिक आयु न बांधे, विशेषावश्यक कहंतरे ॥
જીવ અનાદિકાળથી “નોપલન્યાયેન” અજ્ઞાનપૂર્ણ પતનની સ્થિતિમાંથી પ્રવાસ કરતો કરતો ઉત્થાન તરફ જાય છે એટલે યોગ્ય સંસ્કાર, સત્સંગ, સદ્બોધ વગર વસ્તુસ્થિતિનું ભાન કરી શકતો નથી. જેમ વિજળીના વિજ્ઞાનને ન સમજનારા તેના વિવેક વગરના ઉપયોગમાં પળમાં પ્રાણ ખોઈ નાંખે છે અને તેના વિજ્ઞાનને સારી રીતે સમજનારા મોટા મોટા કાર્યોને વિજળી દ્વારા સાધે છે, એવી જ રીતે ઔષધના અનુભવજ્ઞાન વિના તેનો ગેરઉપયોગ કરે તો તે ઔષધ ઉત્તમ હોવા છતાં વિષનું કાર્ય કરે છે, તેવી જ રીતે વિશ્વના વસ્તુસ્વભાવવિજ્ઞાનના વ્યવસ્થિત એટલે વાસ્તવિક બોધ વિના જીવ પોતે જ સંસારને દુઃખપ્રદ બનાવે છે. દર્શનશાસ્ત્ર એટલે વસ્તુસ્વભાવને યથાર્થ રીતે પ્રકાશિત કરતું વિજ્ઞાન.
વિશ્વના પદાર્થ વિજ્ઞાનના અટલ અને અકાટ્ય નિયમો (Unshakeable .and inevitable laws) છે. તેની વિરુદ્ધ વર્તનારાઓનું અઘઃપતન આજે નહીં તો કાલે ધ્રુવ છે. માટે આજે જડવાદના ઝપાટામાં સપડાયેલું જગત્ સૃષ્ટિના નિયમોમાં પલટો લાવવાની ભ્રાન્તિ દૂર કરી પોતાની દૃષ્ટિમાં પલટો લાવી વસ્તુસ્વભાવવિજ્ઞાનને અનુસરતાં પગલાં ભરશે તો જ (World peace) વિશ્વશાંતિની સમસ્યાનું સમાધાન લાવી શકશે અને માનવ સંસારને વાસ્તવિક સુખના પંથે પ્રગતિ કરાવી શકશે. સ્પષ્ટ રીતે દેખાય છે કે સૃષ્ટિના પદાર્થો પરોપકાર માટે સતત પ્રવૃત્તિશીલ છે. ભલે પછી તે
૫૮ ૦ ધર્મ-ચિંતન