________________
તાજી રહે છે તેમ જ બીજા નબળા વિચારોની અસરથી આપણને પર રાખે છે.
શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને આપણે ભાવપૂર્વક જે નમસ્કાર કરીએ છીએ તે જગતના બધા જીવો સાથેના આપણા આત્માના ભાવસંબંધને અધિક સક્રિય બનાવે છે. ભાવની તે સક્રિયતા આપણને કાળક્રમે ભવથી પાર કરે છે તેમ જ જગતમાં શ્રીનવકા૨ની અચિંત્ય ઉપકારતાનો જે પ્રવાહ વહી રહ્યો છે તેના પ્રત્યે સહુના ભાવને ખેંચે છે.
શ્રીનવકારને ભજવાનું મહાપુણ્ય જીવ માત્રના જીવનમાં પ્રગટો !
શ્રીનવકારનો સાચો સગો ભાવથી જીવમાત્રનો મિત્ર હોય. અરિભાવ તેના મનના દ્વાર પર જતાં જ પીગળી જાય.
// આત્મવત્ સર્વ ભૂતેષુ ॥
‘આત્મવત્ સર્વ ભૂતેષુ’ એ ધર્મ છે. ધર્મમાં પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, કરુણા અને સમભાવ હોય છેં. પ્રેમ, અહિંસા અને કરુણાનો સાગર જેમાં ભર્યો હોય તે ધર્મ છે. ધર્મની દૃષ્ટિ ચિત્તશુદ્ધિ પ્રધાન છે. તે દૃષ્ટિએ દેવો કરતાં પણ શ્રેયાર્થી મનુષ્યો જ વધારે ગૌરવ પાત્ર છે.
સર્વ આત્માઓ પ્રત્યે પોતાનો વાસ્તવિક અભેદભાવ એ અહિંસાનો પાયો છે. આત્મૌપમ્યની દૃષ્ટિએ સર્વ જીવ સમાન છે.
અહિંસાની બીજી ભૂમિકા અનુભવની છે. સહુને જીવન પ્રિય અને મરણ અપ્રિય છે. તો પછી કોઈની પણ હિંસા કેમ થાય ? કોઈને દુઃખ થાય તેવું વર્તન, વાણી કે વિચાર કેમ થાય ?
કોઈને પણ પીડા ન કરવી, એ ખરેખર જ્ઞાનીઓ માટે સારરૂપ છે.
समया सव्व भूएस स तु मित्तेसु वा जगे ॥
સર્વ જીવ એટલે માત્ર માનવ નહિ, પણ કીટ-પતંગિયાથી માંડીને માનવ, એકેન્દ્રીય જીવથી માંડીને પંચેન્દ્રિય જીવ સત્તાએ કરી - સર્વ સમાન છે. માત્રાએ, ચેતનાના વિકાસની દૃષ્ટિએ ભેદ છે. એ રીતે જૈન દર્શન તે ખરી રીતે આત્મદર્શન છે. તેમાં આત્મ પ્રેમની વાત મુખ્ય છે.
ધર્મ-ચિંતન ૦ ૧૫૧