________________
જ બોધરૂપ જ્ઞાન સદ્ગુરુ દ્વારા જ અથવા સદ્ગુરુના આજ્ઞાંકિત દ્વારા જ મેળવવાના પ્રયત્નો પણ આવકારપાત્ર છે.
આ પ્રવૃત્તિઓ ભાવ જગાડવામાં પ્રબળ નિમિત્તભૂત છે. જાગેલા ભાવને વધારે છે. જાગતા ભાવને ચાલુ ટકાવે છે. ભાવને પડવા ન દેતાં ટકાવવામાં આલંબન રૂપ આ પ્રવૃત્તિઓ બને છે. જો કે–આરાધકોના ભાવોમાં અનેક જાતની તરતમતાઓ હોય જ, એ સ્વાભાવિક છે. કેમ કે-દરેકની આંતરિક યોગ્યતા, આત્મવિકાસ પરિસ્થિતિ, પૂર્વ ભવના કર્મોના પાપ પુણ્યના ઉદયાદિક વગેરે અલગ-અલગ હોય છે. તેમ છતાં શ્રીસંઘના સામુદાયિક પ્રસંગો જેમ વર્ષાદની ઋતુમાં બધે ભેજ વાળી હવા અને પાણી પાણી વ્યાપી જાય છે. તેમ એક ધર્મમય વાતાવરણ સર્જે છે. જેથી એક સમૂહાત્મક પ્રેરણાનો પ્રવાહ વહે છે. જેમાંથી ન સમજાય તેવી રીતે-અગમ્ય રીતે-અનેક પ્રકારે આત્મિક લાભો ઉઠાવીને ભવાંન્તરને માટે ઉત્તમ સામગ્રી મેળવી માનવભાવ સાર્થક કરી લેવાતો હોય છે. કોઈ અધિકારી જીવો તેનો ગેરલાભ પણ ઉઠાવે, જેને ધ્યાનમાં લઈ શકાય જ નહીં. અને એ ઉપરથી પ્રવૃત્તિઓ બંધન કરી શકાય નહિ ભિખારીઓ માંગવા આવશે, માટે રસોઈ જ ન કરવી. એમ કરી શકાય નહીં. સંસાર તો એવા વાતાવરણોથી ભરેલો જ હોય છે. તેમાંથી બચાવીને આત્માને ઊંચે ચડાવવા માટે આવી પ્રવૃત્તિઓ હોય છે. હલકા પ્રકારના ઉદાહરણો લેવાના જ ન હોય. ઉત્તમ ઉદાહરણો જ લેવાય. દેશ-સેવા, પ્રજા-સેવા, જ્ઞાતિ-સેવા, ગ્રામ-સેવા કુટુંબ-સેવા, સમાજ-સેવા, રાજય સેવા, ગરીબ સેવા, દીન-હીનની-સેવા, વડીલોની-સેવા, વગેરેનો મુખ્યપણે ધર્મસેવામાં જ સમાવેશ થાય છે. સર્વ પ્રકારના શિક્ષણો તેમાં જ સમાયેલા છે. તે વિના તમામ એકડા વિનાના મીંડા રહે છે. એ સૌની સેવા કરવાનું શીખડાવે છે ધર્મ જ. ધાર્મિક જ તે સર્વ સેવા વિવેકપૂર્વક કરી શકે છે. સર્વ પ્રકારના કર્તવ્યોનું ઉચિતભાનજ્ઞાન, પ્રેરણા ધર્મ જ આપે છે. માટે ધર્મને, ધર્મની સેવાને, સામે રાખીને દરેક પ્રકારની ઘટતી પ્રાસંગિક સેવા સુસંગત સેવા બને છે. ધર્મનો આશ્રય ઘણા અનિષ્ટોમાંથી રક્ષણ આપે છે. આંતરિક અને બાહ્ય શત્રુઓને પણ દૂર રાખે છે. પ્રપંચોને ફાવવા દેતો નથી. પ્રજાને લાંબો કાળ સુધી ટકાવે છે, જીવાડે છે. પ્રફુલ્લ રાખે છે. સંસ્કૃતિનું રક્ષણ કરી, માનવો આદિ પ્રાણીઓનું પણ રક્ષણ કરે છે. તે સિવાય પરિણામે વિનાસના માર્ગ સિવાય બીજું હાથ લાગી શકવાની સંભાવના જ નથી. ન્યાય, કાયદા, મર્યાદા, નિયમો, શિસ્ત, પરોપકાર, સત્ય, પ્રમાણિકતા, નીતિ, સદાચાર વગેરેની. આવશ્યકતાઓ પણ ધર્મે જ ઊભી કરી છે. અથવા તે સર્વની આવશ્યકતા ધર્મની જ
૩૩૪૦ ધર્મ-ચિંતન