________________
હોય તે જગાએ જવું પૂરતું છે. ચેપી રોગનો વાવર છે કે નહિ તે જાણવાની જરૂર હોતી નથી—મહિનાઓના મહિનાની મહેનતને અંતે પ્રાપ્ત કરેલી વસ્તુ તમે થોડી જ મિનિટમાં ગુમાવી દઈ શકો છે” કોઈ અનિષ્ટ માનવ જોડે થોડી વાતચીત કરો, અથવા તો, એવો માણસ ફક્ત તમારા પાસે થઈને પસાર થાય તો પણ તમને તેનો ચેપ લાગે એ શક્ય છે.
હકીકત આ પ્રમાણે છે :
એટલે આપણે પ્રત્યેક વિચાર, વચન કે ક્રિયા કરતી વખતે ખૂબ જ સજાગ · રહેવાનું છે.
આપણે પરમાત્માને, પરમ-આત્માને મેળવવાનો નિશ્ચય કર્યો છે એટલે આપણા, મન, વચન અને કર્મ વડે થતી પ્રત્યેક ક્રિયા આપણે પરમાત્માને ચરણ ધરવાની છે પરમાત્માને પસંદ ન પડે તેવી કોઈ ક્રિયા આપણાથી થઈ જાય નહિ, તેનીં તકેદારી, પળે, પળે રાખવાની છે.
આપણો નિશ્ચય (પરમાત્માને મેળવવાનો) સાચો હશે તો પૂર્વના સંસ્કારોને લઈ કાંઈ ભૂલ આપણા હાથે થશે, તો પણ તે ભૂલ કરતી વખતે પણ આપણે જાગ્રત હોઈશું, તો ભૂલનું દુઃખ હશે અને ફરી તેવી ભૂલ ન થાય તે માટે આપણે નિશ્ચય કરીશું અને તે નિશ્ચયને અમલમાં મૂકવાનો પણ પ્રયત્ન કરીશું.
૫૨માત્માને-૫૨મ-આત્માને મેળવવા એ કાંઈ નાનીસુની વાત નથી. દુનિયાદારીની ક્ષુદ્ર વસ્તુ મેળવવા માટે પણ કેટલો પ્રયત્ન કરવો પડે છે ? તો પછી પરમાત્માને મેળવવા માટે કેટલો પ્રયત્ન કરવો જોઈએ ?
તે માટે તમામ નિમ્ન લાગણીઓ અને હીન સંસ્કારોને નાબૂદ કરવા પડશે. આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, માન, માયા વગેરેને આત્મ-યજ્ઞના અગ્નિમાં હોમવા પડશે. આપણી તે માટે તૈયારી હશે તો જ પ્રભુ આપણને આવી મળશે.
ત્યારે કરીશું શું ? કરવાનું આટલું જ કે :
મન, વચન, કાયાથી થતી પ્રત્યેક ક્રિયા વખતે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે આ ક્રિયા મારા ધ્યેયને પહોંચવામાં મદદ કરશે ? જવાબ ‘હા’માં આવે તો તે પ્રમાણે કરવાનું, ‘ના'માં આવે તો ચૌદરાજલોકનું રાજ્ય મળતું હોય તો પણ તે નહિ કરવાનું. આને કહેવાય છે સાનુકૂળનો સંકલ્પ અને પ્રતિકૂળનો ત્યાગ. આની સાથે જોઈએ પરમાત્માની તારકશક્તિમાં અખૂટ શ્રદ્ધા. આટલી વસ્તુ હશે તો જરૂર આપણે પરમાત્માને મેળવી શકીશું.
૩૬૦ ૦ ધર્મ-ચિંતન