________________
પ્રભુ સાથે સંબંધ
શ્રી અમૃતલાલ મોદી M.A. આપણે બધા શ્રીજિનેશ્વરોની પૂજા કરીએ છીએ, પણ તેમની સાથેનો આપણો જે સંબંધ છે, તે આપણામાંથી બહુ ઓછા જાણે છે. ગુરુકૃપાથી જાણવા મળેલ આ સંબંધ બધાની જાણ માટે અહીં આપવામાં આવે છે.
શ્રીજિનેશ્વર ભગવંતો આપણા પરમ ઉપકારી છે. તેમનામાં અસંખ્ય ગુણો ભરેલા છે. તે ગુણોને લીધે જ તે પૂજ્ય છે. “ગુણ ગાવાથી ગુણ આવે નિજ અંગ–માટે જ આપણે પ્રભુ જેવા થવા માટે તેમની પૂજા કરીએ છીએ. વળી શ્રીજિનેશ્વરદેવ પોતાના પૂજકને પોતાના સમ કરવાની–તુલ્ય કરવાની શક્તિ ધરાવે છે, તે માટે જ તે પૂજય છે. પણ આપણો તેમની સાથે સંબંધ શું? તે નીચે મુજબ છ પ્રકારે છે :
૧. પ્રભુ અને આપણે એક જ જાતિ છે. જીવત્વ જાતિના–આપણે પ્રભુના સજાતીય છીએ. અજીવ નથી. આપણે એમની જાતિમાં છીએ તેનો આપણને ગર્વ હોવો ઘટે. કોઈ પણ ધનિક પુરુષ કે મોટો પુરુષ આપણી જાતિનો હોય ત્યારે આપણને તેનું નામ લેતાં કંઈક ગર્વ અનુભવાય છે. તે પ્રમાણે પ્રભુ અને આપણે એક જ જીવત જાતિના હોવાથી સજાતીય છીએ અને આપણે જડ કે અજીવ નથી.
૨. દ્રવ્ય પર્યાયના ન્યાયે પણ આપણો પ્રભુ સાથે સંબંધ છે. પ્રભુનો અને આપણો આત્મા એક જ જીવ દ્રવ્યરૂપી વસ્તુ છે. તેમાં તફાવત માત્ર એટલો જ કે તેમનો સિદ્ધપર્યાય પ્રકટ થઈ ચૂકેલો છે, આપણે તે પર્યાયને પ્રગટ કરવાનો છે
દરેક દ્રવ્યમાં અનેક પર્યાય હોય છે. જેમ કે સુવર્ણમાં વીંટી, હાર કે બંગડીના પર્યાય છુપાયેલા છે. એક જ સુવર્ણ ધાતુમાંથી એ મળે. એક પછી એક કરીને ભાંગવામાં આવે તો ત્રણે પર્યાય એ સુવર્ણમાં સમાયેલા જ છે. તે જ રીતે આત્માના દરેક પ્રકારના પર્યાય કે રૂપો તેમાં જ સમાયેલા છે, અંતહિત છે, તે પ્રગટ કરવાની જ વાર છે. તેથી શ્રીજિનેશ્વરદેવોએ તેમનામાં રહેલ પોતાના સિદ્ધ પર્યાયને પ્રગટ કરી દીધો છે. આ પર્યાય અંતિમ અને ધ્રુવ છે. બીજા બધા પર્યાય ક્ષણે ક્ષણે બદલાય છે, નાશમાન છે. આ સિદ્ધપર્યાય જે આત્માનો અંતિમ સ્વભાવ છે, આપણામાં રહેલ હોવાથી આપણે સિદ્ધ જીવો–જિનેશ્વરો-તુલ્ય જ છીએ.
૩. શ્રીજિનેશ્વરદેવો સાથે આપણે ધ્યાતા ધ્યેયનો સંબંધ છે. જો ન હોય–એટલે કે આપણે જો શ્રીજિનેશ્વરનું ધ્યાન ન ધરતા હોઈએતો તે હવે બાંધી લેવો. એટલે કે ધ્યાન ધરવાનું શરૂ કરવું. પ્રભુ આપણા ધ્યેય છે. આપણે ધ્યાતા છીએ. પ્રભુનું ધ્યાન ધરીએ છીએ. ધ્યાતા પૂર્ણ ધ્યાનથી છેવટ ધ્યેય બની જાય છે. ધ્યાનથી ધ્યાતા-ધ્યેયનો સંબંધ
ધર્મ-ચિંતન - ૩૬૧