________________
કે યશગાથાની ખેવના જેવી પોતાની ક્ષુદ્ર કામનાઓની તૃપ્તિ માટે જેટલી મહેનત માણસ કરે છે, તેના કરતાં આ પ્રયાસ વધારે મુશ્કેલીભર્યો નથી.
આમાં તો પોતાના મન જોડે જ યુદ્ધ કરવાનું છે. પ્રારંભમાં એ કામ નિરસ અને નિષ્ફળ લાગે છે. પણ સંકલ્પબળનો આધાર લઈને, અનેકવારની નિષ્ફળતાઓને અવગણીને, ખંતે અને વણથંભ્યા અથાક પ્રયત્નથી તેને જ કાબૂમાં લેવાનું છે. આ કાર્ય જે પાર ઉતારે છે તેનું જીવન પ્રસન્નતાથી સભર બની રહે છે, માનવ જીવનનું ખરું ફળ મેળવી તે કૃતાર્થ બની જાય છે.
આ માર્ગે જનાર માટે એક ઉત્સાહપ્રેરક હકીકત એ છે કે આ કાર્યમાં સાધકને સદા પોતાની હૃદયગુફામાં બિરાજમાન “પરમગુરુ” તરફથી ગુપ્ત રીતે પ્રેરણા, માર્ગદર્શન અને સહાય મળતાં જ રહે છે. આ એક નક્કર હકીકત–a fact–છે, એવો અનુભવ આ માર્ગે થોડાંક જ પગલાં મૂકનારને થયા વિના રહેતો નથી, પછી તો તેનું કામ માત્ર એટલું જ રહે છે કે એ અવાજ સાંભળવા સદા સજાગ રહી પૂરી શ્રદ્ધાથી એનું અનુસરણ કરવું.
માટે, શ્રીઉત્તરાધ્યયન સૂત્રના “છ્યું નિમેષ્ન ગપ્પાળ, દ્લ સે પરમો ગાઓ ।'' એ સૂત્રને પોતાનો જીવનમંત્ર બનાવી દઈ, સર્વત્ર ભટકતા પોતાના મનને જ જીતી, તેને એકાગ્ર બનાવી, આત્માનુભવ પ્રાપ્ત કરવો એ જ એની સાધનાનું પ્રાથમિક લક્ષ્યાંક બનવું જોઈએ, સાધકજીવન માટે પાયાનું આ કામ છે.
ચાર ગતિમાં જીવન
નારક જીવના જીવનમાં કરુણ, ભયાનક, બીભત્સ અને રૌદ્ર રસ પ્રધાનતયા હોય છે.
તિર્યંચ જીવના (પશુના) જીવનમાં શૃંગાર, હાસ્ય અને વીર એ ૨સો મુખ્ય ભાગ ભજવે છે.
શૃંગાર, વીર, અદ્ભુત અને શાંત એ રસો દેવજીવનમાં મોટે ભાગે હોય છે. માનવ જીવનમાં ઉપરોક્ત ત્રણે પ્રકાર જોવાય છે. છતાં માનવવિશેષના જીવનમાં વીર, અદ્ભુત અને શાંત એ ત્રણ રસો મૂર્તિમંત થયા હોય છે અને તેથી જ સર્વશ્રેષ્ઠ જીવન માનવજીવન ગણાય છે.
—પં.
y.
પં. શ્રીધુરંધરવિજયજી ગણિવર.
૧. પોતાની જાત ઉપર જય મેળવ, એ તારો પરમવિજય બની રહેશે—બીજા બધા વિજયો એની આગળ ફિક્કા લાગશે.
૩૬૬ • ધર્મ-ચિંતન