________________
હોવાથી ચારે નૂતન મુનિવરો ત્યાં જ ધ્યાનમાં ઊભા રહ્યા.
(૮) બ્રહ્મસેન તો શ્રીનવકારમંત્રના જાપમાં જ લયલીન છે. પરમેષ્ટિ ભગવંતોના ધ્યાનમાં ખોવાઈ ગયો છે. તેઓના ગુણપુષ્પો ચૂંટવાની મસ્તી માણી રહ્યો છે. નથી તેને ચોરોનું ભાન, નથી ધનદોલત ભાન કે નથી દેવોના આવવા કે જવાનું ભાન !
અંધકાર ગયો. અરૂણોદય થયો. અને પ્રકાશ પથરાયો. બ્રહ્મસેનનું ધ્યાન પૂરું થયું. હજી તે ચારે કુમારો (ચોરો) ઉભેલા દેખાયા. સહેજ સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતાં તે ચોંકી ઉઠ્યો ! ઓહો !
કેવી વિચિત્રતા ! સાધુવેષમાં ચોરીનું પાપ ? પરમાત્માના પુનિત વેષને, આ કુમારો આવા મલિન આચરણથી–કલંકિત કરી રહ્યા છે ?....કુમારો પ્રત્યે લાગણીવશ બની બ્રહ્મસેને પૂછ્યું
અરે મહાનુભાવો ! તમે કોણ છો ? સાધુવેષમાં રહી આવું અઘટિત કામ શા માટે કરો છો ?
ધ્યાન પૂરું કરી ચારમાંથી એક બોલ્યા–“હે કરુણાવંત ! અમારી પહેલેથી પૂરી હકીકત સાંભળો એટલે,. આપના મનનું સમાધાન થશે...”
ચોરી માટે આવવું...ધન-માલની ગાંસડીઓનું બાંધવું...તે જ વખતે મહામંત્રના મંગલ શબ્દોનું કાને પડવું...જાતિસ્મરણ જ્ઞાન થવું. પાપનો તીવ્ર પશ્ચાત્તાપ....સંયમની તીવ્ર ભાવના દેવોનું પૃથ્વી પર આગમન...દેવોએ આપેલા સાધુવેષનો સ્વીકાર...ભાનાવસ્થામાં ઊભા રહેવું...વગેરે રાત્રિનો સઘળો વૃત્તાંત કહ્યો.
બ્રહ્મસેન સાંભળીને આશ્ચર્યચકિત બની ગયો. શ્રીનમસ્કાર મહામંત્રના સામર્થ્યને તેનું મન-મસ્તક ઝુકી પડ્યું.
તે વિનંતી કરે છે–વે પૂજ્ય ! કૃપા કરીને આપના પૂર્વભવને કહો ! જયેષ્ઠ મુનિવર પૂર્વભવની હકીકત કહે છે–
વિશાળાપુરી નામે એક નગરી છે. જાણે અલકાપુરીનો અવતાર !
ત્યાં રાજા કેશરી રાજય કરતો હતો.
નીતિનિપુણ, યુદ્ધકુશળ અને પ્રજાવત્સલ કેશરીના રાજયમાં સુખશાંતિના સાગર છલકાયા હતા. નર-નારીના વૃંદ એ સાગરમાં સ્વૈરવિહાર કરતાં હતાં.
ધર્મ-ચિંતન - ૩૮૯