________________
મનનો માલિક બનાવીએ પ.પૂ.મુનિરાજ શ્રીમિત્રાનંદવિજયજી મહારાજ
(શ્રીનમસ્કાર મહામંત્રના જાપ વિષે અનેક શાસ્ત્રવિધાનો આપણે સાંભળીએ છીએ. ‘નવલાખ જયંતા નરક નિવારે' એવું વિધાન આવે છે તેમ ‘લાખએક જાપ જનપુણ્યે-પુરા જપે, પદવી પામે અરિહંત કેરી' એવું પણ સાંભળવા મળે છે. અહીં પ્રશ્ન થશે કે નવલાખ નવકાર ગણવા છતાં માત્ર નરક ટળે અને એક જ લાખ નવકાર ગણતાં તીર્થંકર નામકર્મ બંધાય એ શું બરાબર ? પ્રશ્ન થવો વ્યાજબી છે. એનો પ્રત્યુત્તર પણ સુંદર છે. નવલાખ કરતાં એકલાખ સંખ્યાની દૃષ્ટિએ ભલે ઓછા હોય પણ એ એકલાખ નવકાર ગણવાની વિધિ અદ્ભુત છે શાસ્ત્ર કહેલી વિધિ પ્રમાણે લાખ નવકારની સાધનાનો યોગ દુષ્કર છે. ઘણા વિરલ–આત્માઓ તેમાં સફળ બને છે. શ્રીઅરિહંતપરમાત્મા પ્રત્યે એક લક્ષ બને, મંત્રાક્ષરોમાં પૂરી એકાગ્રતા અને પંચપરમેષ્ઠિઓમાં તન્મયતા આવે, તેને જ શ્રીતીર્થંકર જેવું મહાન ફળ મળે આ રીતે વિધિપૂર્વક લક્ષજાપની સાધનાં, અધ્યવસાયોની નિર્મળતા કરી તીર્થંકર નામકર્મના ઉપાર્જનમાં પ્રબળ નિમિત્ત છે..
એક પ્રાચીન હસ્તલિખિત પ્રતમાં લાખનવકારના જાપની ઉત્કૃષ્ટ વિધિ વાંચવામાં આવી છે.
લાખનવકારની સાધનામાં વ્યગ્રતા અને વિધિપૂર્વકની એકાગ્રતા કેવા વિભિન્ન ફળોનું સર્જન કરે છે તે રાજા શ્રીદેવની કથા વાંચતાં સમજાશે. સં.)
કાંપીલ્યપુરનગર. શ્રીહર્ષ રાજા. એને શ્રીદેવ પુત્ર. રાજાપરાક્રમી હતો તેમ દિગ્વિજયનો ભારે શોખીન હતો. એકવાર દિગ્વિજય માટે નીકળ્યો. અનેક રાજાઓને જીત્યા, પણ કામરૂપદેશનો રાજા બાકી રહી ગયેલો. શ્રીહર્ષે સૈન્ય સાથે કામરૂપદેશ તરફ પ્રયાણ કર્યું. ત્યાંનો રાજા પણ પરાક્રમી હતો. એ યુદ્ધના મોરચે આવી ગયો. ઘોર યુદ્ધ જામી પડ્યું. યુદ્ધના ૨મણે ચઢેલા સૈનિકો ખરી રંગતમાં આવી ગયા હતા. તે વખતે અચાનક શ્રીહર્ષના મનમાં દયાની લાગણી ઉત્પન્ન થઈ. યુદ્ધમાં નિર્દોષ સૈનિકોનો સંહાર થાય એ એને ખટક્યું.
દુશ્મન રાજાની સામે એણે પ્રસ્તાવ મૂક્યો. ‘સૈનિકોનો સંહાર અટકાવી માત્ર આપણે બન્ને દ્વંદ્વંયુદ્ધ ખેલીયે, દુશ્મન રાજા સંમત થયો. સેનાઓ એક બાજુએ હઠી ગઈ બન્ને રાજાઓ વચ્ચે દ્વંદ્વયુદ્ધ શરૂ થયું. બન્ને રાજાઓ પરાક્રમી હતા. કોઈનોય જય કે પરાજય થતો નથી. છેવટે યુદ્ધ બંધ કરવું પડ્યું અને બન્ને પોતપોતાના સ્થાને ચાલ્યા ધર્મ-ચિંતન ૦ ૩૯૩