Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 415
________________ મહામંત્રના પ્રભાવે પ.પૂ.મુનિરાજ શ્રીમિત્રાનંદવિજયજી મહારાજ વિદ્યાધરશ્રેણિના માલિક રત્નશિખે સાકેતપુરનગરમાં શ્રીસુયશ જિનેશ્વર ભગવંતની અમૃતસમી ધર્મદેશના સાંભળ્યા પછી કહ્યું : भयवं ! केरिसं पुण पुरा पुण्णमुवज्जियं मए जस्सफलं संपयमणुहवामि ? હે ભગવંત ! પૂર્વે મેં કેવું પુણ્ય ઉપાર્યું છે કે જેના ફળરૂપે મળેલી આ વિદ્યાધરની વિપુલ સંપત્તિ હું ભોગવું છું ? ભાવયા મળિયું—ભગવંતે કહ્યું : पंचनमुक्कारसरणनिचछयमाहप्पमिणं પંચનમસ્કાર શ્રીનવકારમહામંત્રના સ્મરણનું નિશ્ચયથી આ માહાત્મ્ય છે. અર્થાત્ તેં પૂર્વે મહાદરિદ્ર અવસ્થામાં મુનિવરોના ઉપદેશથી ત્રણ સંધ્યાએ કરેલા શ્રીનવકારના જાપનું આ નિશ્ચિત ફળ છે. વળી આ શ્રીનવકાર કેવો છે તે સાંભળ : भद्दयभावो भव्वो, एत्तो पावेइ सुद्धसम्मत्तं । सम्मट्ठी विरई, विरओ सिवसंपयंपरमं ॥ १ ॥ . • શ્રીનવકાર મંત્રના પ્રભાવે–મિથ્યાદષ્ટિ જીવ સુંદર એવા ભદ્રકભાવને, ભદ્રક ભાવવાળો શુદ્ધ-નિર્મળ સમ્યક્ત્વને, સમ્યગ્દષ્ટિ આત્મા વિરતિભાવરૂપ ધર્મરત્નને અને વિરતિધર શીઘ્રપણે મોક્ષની અનંતસંપત્તિને પ્રાપ્ત કરે છે. (૧) जं पुण सुहसोहग्गं, रूवं लच्छी पहत्तदेवत्तं । एवं लाल कप्पं, पसंगपत्तं अणप्पं पि ॥२॥ મુખ્યફળની સાથે શ્રીનવકા૨નું આનુષંગિક ફળ–સુંખ, સૌભાગ્ય, રૂપ, લક્ષ્મી, પ્રભુત્વ અને દેવત્વ પ્રાપ્ત થાય છે. ધાન્યની સાથે ઘાસની પ્રાપ્તિતુલ્ય આ આનુષંગિક ફળ વિપુલ અને સર્વશ્રેષ્ઠ હોય છે. (૨) इय सव्वगुणट्ठाणगकारणमेसो महापभावोय । इहपरभव सुहजणओ पहाणमंतो नमोक्कारो ॥३॥ આ પ્રધાનમંત્ર શ્રીનવકાર ક્રમશઃ સર્વગુણસ્થાનકોની પ્રાપ્તિ કારણ છે, - મહાપ્રભાવવાળો છે અને આલોક-પરલોકના સુખોને ઉત્પન્ન કરનારો છે. (૩) . ૩૯૮ ૦ ધર્મ-ચિંતન

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458