Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 442
________________ એડી સુધી સૂજી ગયો હતો. દુઃખાવો તો રાડ પડાવે તેવો હતો. ઘરના કોઈ પણ માણસને ખબર આપ્યા વિના, સૂતાં સૂતાં નમસ્કાર મહામંત્રનો જાપ શરૂ કરી દીધો. જાપ કરતાં કરતાં રાતના બરાબર બે વાગ્યા (મારો રોજના જાપનો સમય થયો). અદ્ભુત બચાવ ઘડીયાળમાં બે વાગ્યા તે સમયે, મારા ડાબા પગે સોજા આવેલા હતા અને કારમો દુઃખાવો થઈ રહ્યો હતો તે સમયે, મારા પગના દુઃખતા સાંધાઓ પૈકીના એક સાંધા ઉપર કોઈ અજ્ઞાત સ્ત્રી-શક્તિ-એ આવી ઊભા રહીને, કચકચાવીને પોતાના બંને પગ મૂક્યા કે તરત જ તે સાંધાનો દુઃખાવો બંધ પડી ગયો. હું ઝબકીને જાગી ગયો અને ચીસ પાડી ઉઠ્યો ! આ શું? એમ વિચાર કરવા લાગ્યો. પાછો નમસ્કાર મહામંત્ર સૂતાં સૂતાં ગણવા લાગ્યો. - બીજો બચાવ પછી તે જ રાતના ચાર વાગે ફરીથી મારા ડાબા પગના દુઃખાવાવાળા બીજા સાંધા ઉપર તે જ સ્ત્રીએ ફરીથી કચકચાવીને પગ મૂક્યો. હું મોટી ચીસ પાડી ઉઠ્યો. ઘરમાં બધાં જાંગી ગયાં મને પૂછવા લાગ્યા કે શું થયું ? મારે મૌન હોવાથી મેં નિશાની બતાવીને કહ્યું કે, કાંઈ નહીં. પાછો સૂઈ ગયો અને નમસ્કાર મહામંત્ર ગણવો લાગ્યો. • ત્રીજો બચાવ બીજા દિવસે સવારમાં આઠ વાગે મૌન પૂરું થયા પછી, મારી એક દીકરીને મારા મિત્ર વૈદ્ય રમણભાઈ રસવૈદ્યને બોલાવવા મોકલી. તેમને મેં બધી વાત કહી. તેમણે મારા હૃદયને ઝેરથી બચાવી લેવા કસ્તુરી, ચંદ્રોદય અને જયમંગલ રસ દવામાં આપવા શરૂ કર્યા. મીઠું ખાવાનું બંધ કરાવ્યું, માત્ર મગનું પાણી પીવાની છૂટ આપી. મારા શરીરમાં વેદનાનો પાર ન હતો, નમસ્કાર મહામંત્ર ગણવાનું તો ચાલુ જ હતું. નમસ્કાર મહામંત્ર ગણતાં ગણતાં ઉંઘી ગયો હતો. હું જ્યારે ઘસઘસાટ ઉંઘ લઈ રહ્યો હતો, તે વખતે બપોરના ૧૧-૫૫ મિનિટે, મારા પગના દુ:ખાવાવાળા ત્રીજા સાંધા - ઉપર પાછો કચકચાવીને પગ મૂક્યો. હું જાગી ઉઠ્યો અને આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. આ લેખ લખું છું તે વખતે પણ મારા ડાબા પગે ઑપરેશન કરાવેલું છે અને પાટો બાંધેલો છે. આ પ્રમાણે મારા પગના જે જે સાંધાઓ ઉપર તે સ્ત્રી-શક્તિ-દ્વારા પગ મૂકીને દુઃખાવો બંધ કરવામાં આવ્યો તે તે સાંધાઓમાં આજે પણ દુઃખાવો થતો નથી. | દિવ્ય વાણી આસો વદી ૧૧ની રાત્રે (એટલે વદી ૧૨ના) પરોઢિયે ચાર વાગે, નમસ્કાર મહામંત્ર ગણતાં ગણતાં, સૂતાં સૂતાં યોગનિદ્રામાં (સ્વપ્નમાં) એક અજાણ્યા રસ્તા ઉપર હું ધર્મ-ચિંતન ર૫

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458