Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 444
________________ આપવા જતાં લેખ લાંબો થઈ જવાના કારણે તેમ જ વધુ આત્મશ્લાઘાની ડરથી આટલું જ લખવું ઉચિત માનું છું. પ્રાંતે, આજે જે સાનુકૂળતા હું અનુભવી રહ્યો છું. તે પણ નમસ્કાર મહામંત્રનો જ પ્રતાપ છે. પ્રતિકૂળતાઓને દૂર કરવામાં શ્રીનવકાર અજોડ હોવાની બાબતમાં મને મુદ્દલ સંદેહ નથી. કોઈ પણ જાતની શાસ્રીય વિધિ વિના માત્ર શુભ નિષ્ઠાપૂર્વક ગણવાથી જે મહામંત્રે મારો આવો બચાવ કર્યો, તેનો જો વિધિપૂર્વક શાસ્રીય રીતે, શુદ્ધ વસ્ત્રો પહેરીને જાપ કરવામાં આવે તો તે, તેના જાપ કરનારનું શું ઇષ્ટ ના કરે ? જે મહામંત્ર અંતે, મોક્ષસુખને આપનારો છે, તે ઈહ લૌકિક સુખ માટે ન ગણતાં અંતિમ લક્ષ (મોક્ષ) માટે જ ગણવો જોઈએ. એમ ગણતાં આ મહામંત્ર દરેક રીતે દરેક સમયે, તેની આરાધના કરનારનું મારી માફક જ રક્ષણ કરશે. જગતમાં એવો કોઈ પણ પદાર્થ વિદ્યમાન નથી કે, જે આ મહામંત્રના સાચા આરાધકથી દૂર રહી શકે ! જરૂરિયાત છે માત્ર તેના પ્રત્યે નિષ્કામભાવે સમર્પિત થઈ જવાની તૈયારીની એક વખત તમે તમારા આત્માને સમર્પિત કરી દો. પછી જુઓ તેનો પ્રભાવ. આ લેખમાં કાંઈ પણ શ્રીજિનેશ્વરદેવોની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો તે માટે મિચ્છામિ દુક્કડં દઉં છું. જ્ઞાનનું ફળ જ્ઞાનનું ફળ વિવેક, વૈરાગ્ય અને વિરતિ છે. દારૂ પીધેલ વાંદરાને હજારો વીંછી કરડે. એ જેવી ચંચળતા ધારણ કરે, તેવી ચંચળતા મોહ મદીરા પીને ઉન્મત બનેલું મનુષ્યનું મન અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિઓ વડે ધારણ કરે છે. દુર્યોધને મહાભારતમાં કહ્યું છે કે जानामि धर्मं न च प्रवृत्तिः । जानाम्यधर्मं न च मे निवृत्तिः ॥ હું ધર્મને જાણું છું, પણ તેમાં પ્રવૃત્તિ કરી શકતો નથી. એમ હું અધર્મને પણ જાણું છું, છતાં તેનાથી નિવૃત્ત નથી થઈ શકતો. દુર્યોધન જ્ઞાની હતો, રાવણ જ્ઞાની હતો, અર્જુન જ્ઞાની હતો, યુધિષ્ઠિર જ્ઞાની હતા. છતાં રાવણ, દુર્યોધન નાશ પામ્યા અને અર્જુન, યુધિષ્ઠિર વિવેક, વૈરાગ્ય, વિરતિ વડે અમૃતત્ત્વને વર્યા. મતલબ કે પરિણત થયેલું જ્ઞાન તારક બને છે. અન્યથા અહંકાર વધારીને ડૂબાડી દે છે. ધર્મ-ચિંતન ૦ ૪૨૭

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458